ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

આ દેશને પાછળ છોડીને ભારત દુનિયાનો સૌથી મોટો હથિયાર ખરીદનાર બન્યો

Text To Speech

સ્ટૉકહોમ (સ્વીડન), 11 માર્ચ: ભારત છેલ્લા 5 વર્ષમાં વિશ્વનો સૌથી મોટો હથિયાર ખરીદનાર દેશ બની ગયો છે. આ અંગેની માહિતી સ્વીડનની સ્ટૉકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે SIPRI દ્વારા બહાર પાડવામાં આવી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 5 વર્ષમાં માત્ર ભારત જ નહીં પરંતુ એશિયાઈ દેશોએ સૌથી વધુ હથિયારોની ખરીદી કરી છે. 2014-2018ની સરખામણીમાં 2019-2023માં શસ્ત્રોની ખરીદીની ટકાવારી તરીકે યુરોપની શસ્ત્રોની આયાત બમણી થઈ છે. તેનું સૌથી મોટું કારણ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ માનવામાં આવે છે. આ જ કારણ છે કે આ સમયગાળા દરમિયાન અમેરિકાના હથિયારોની નિકાસમાં પણ 17 %નો વધારો થયો છે.

જો કે, પરંપરાગત રીતે શસ્ત્રોની નિકાસમાં મોટો દેશ ગણાતા રશિયાએ યુક્રેન સાથેના યુદ્ધ બાદ તેની નિકાસમાં મોટો ઘટાડો જોયો હતો. તેથી, રશિયા હથિયારોના વેચાણમાં ત્રીજા સ્થાને પહોંચ્યું. અમેરિકા પ્રથમ સ્થાને અને ફ્રાન્સ બીજા સ્થાને છે.

ભારત બન્યો સૌથી મોટો ખરીદદાર, આયાતમાં 5 %નો વધારોઃ રિપોર્ટ

ભારત વિશ્વનો સૌથી મોટો શસ્ત્ર આયાતકાર દેશ છે. 2014-18 અને 2019-23 વચ્ચે ભારતની શસ્ત્રોની આયાતમાં 4.7 %નો વધારો થયો છે. ભારત 9.8% શસ્ત્રોની આયાત સાથે વિશ્વમાં પ્રથમ ક્રમે છે. ભારતે સૌથી વધુ હથિયાર રશિયા પાસેથી ખરીદ્યા છે. આ ભારતની કુલ શસ્ત્રોની આયાતના 36% છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 1960-64ના સોવિયત યુગ પછી આ પ્રથમ વખત છે જ્યારે ભારતના હથિયારોની આયાતમાં રશિયાનો હિસ્સો 50% થી ઓછો છે.

આ દેશો વિશ્વમાં હથિયારોના સૌથી મોટા ખરીદદાર

ભારત પછી, સાઉદી અરેબિયા વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં એટલે કે 8.4% શસ્ત્રોની આયાત કરે છે  જો કે સાઉદી અરેબિયા પણ પહેલા સ્થાન પર રહ્યું છે, પરંતુ આ રિપોર્ટ અનુસાર તે હવે બીજા સ્થાને છે. કતાર (7.6%), યુક્રેન (4.9%), પાકિસ્તાન (4.3%), જાપાન (4.1%), ઇજિપ્ત (4.0%), ઑસ્ટ્રેલિયા (3.7%), સાઉથ કોરિયા (3.1%) અને ચીને (2.9%) ખરીદી છે.

આ પણ વાંચો: ભારત અને રશિયા દ્વારા બનાવવામાં આવી રહેલી બ્રહ્મોસ-NG મિસાઇલ કેટલી શક્તિશાળી હશે

Back to top button