ટ્રેન્ડિંગમનોરંજન

ભૂલ ભૂલૈયા-3ના સેટ પર કાર્તિક આર્યન-તૃપ્તિ ડિમરીએ કરી પૂજા, જુઓ વીડિયો

Text To Speech
  • ભૂલ ભૂલૈયા 3’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અનીસ બઝમીએ સેટ પરથી પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી અને શૂટિંગ લોકેશનની ઝલક આપી હતી. હાલમાં જ ફિલ્મના સેટ પરથી એક નવો વીડિયો સામે આવ્યો છે,

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 3’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ગયા શનિવારે, અનીસ બઝમીએ સેટ પરથી પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી અને શૂટિંગ લોકેશનની ઝલક આપી હતી. હાલમાં જ ફિલ્મના સેટ પરથી એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં ફિલ્મની તમામ સ્ટાર કાસ્ટ જોવા મળી રહી છે.

ભૂલ ભૂલૈયા-3ના સેટ પર કાર્તિક આર્યન-તૃપ્તિ ડિમરીએ કરી પૂજા, જુઓ વીડિયો hum dekhenge news

ફિલ્મના સેટ પરથી સામે આવ્યો વીડિયો

ફિલ્મના સેટ પરથી આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ડિરેક્ટર અનીસ બઝમી વ્હીલચેર પર બેસીને ફિલ્મના સેટ પર પહોંચે છે. ત્યારબાદ કાર્તિક આર્યન પોતાની કારમાંથી ઉતરીને સેટ તરફ જતો જોવા મળે છે. વીડિયોમાં વિદ્યા બાલન અને તૃપ્તિ ડિમરીની એન્ટ્રી પણ દેખાઈ રહી છે. સેટ પર પહોંચ્યા પછી, બધાએ એકબીજા સાથે મુલાકાત કરી અને શૂટિંગ પહેલા આખી સ્ટાર કાસ્ટે ભગવાનની પૂજા કરી અને આશીર્વાદ લીધા. આ પછી શૂટિંગ શરૂ થયું. આ વિડિયો સામે આવ્યા બાદ, દરેક વ્યક્તિ આ ફિલ્મમાં વિદ્યા બાલનને ફરીથી જોવા માટે ઉત્સાહિત છે. કેટલાક લોકો તબ્બુને મિસ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જાણો ભૂલભૂલૈયા વિશે…

ઉલ્લેખનીય છે કે 2007માં અક્ષય કુમાર અને વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’ રીલીઝ થઈ હતી. આ ફિલ્મની સ્ટોરીથી લઈને ફિલ્મની તમામ સ્ટાર કાસ્ટની એક્ટિંગ લોકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મની સફળતા જોઈને વર્ષ 2022માં ફિલ્મની સિક્વલ બનાવવામાં આવી હતી જેમાં કાર્તિક આર્યન, કિયારા અડવાણી અને તબ્બુ જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં કાર્તિકે રૂહ બાબાનું પાત્ર ભજવ્યું હતું, જ્યારે તબ્બુ તેમાં ડબલ રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મને પણ ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો છે. હવે ચાહકો ફિલ્મના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ‘ભૂલ ભૂલૈયા 3’ ને ભૂષણ કુમાર પ્રોડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મનું નિર્દેશન અનીસ બઝમી સંભાળી રહ્યા છે.

Back to top button