ગુજરાતટોપ ન્યૂઝહેલ્થ

ગુજરાતમાં કોરોનાનો ભરડો, જાણો- 24 કલાકમાં કેટલા મોત ?

Text To Speech

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધ-ઘટ જોવા મળી રહી છે. ક્યારેક ઓછા તો ક્યારેક તેનાથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે ગુજરાતમાં કોરોનાના સંક્રમણને લઈ ચિંતાનો વિષય એ છે કે કોરોનાના કેસની સાથે ગુજરાતમાં કોરોનાના કારણે હવે મોતનો આંક પણ નોંધાઈ રહ્યો છે.

કોરોના ટેસ્ટિંગ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 777 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાની સારવાર બાદ 626 લોકો સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10954 લોકોના મૃત્યુ થયા છે. નવા કેસ બાદ ગુજરાતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 12 લાખ 42 હજાર 087 પર પહોંચી ગઈ છે.

અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 306 કેસ, સુરત શહેરમાં 75, મહેસાણામાં 44, વડોદરા શહેરમાં 43, સુરત ગ્રામ્યમાં 38, પાટણમાં 33, ગાંધીનગર શહેરમાં 26, ગાંધીનગર ગ્રામ્ય 22, રાજકોટ શહેર 22, ભાવનગર શહેર 20, કચ્છ 18, વલસાડ 13, ભાવનગર 11, સાબરકાંઠા 11, નવસારી 10, રાજકોટ 10, વડોદરા 10, દ્વારકા 9, જામનગર શહેર 8, અમરેલી 7, આણંદ 7, ખેડા 6 કેસ સામે આવ્યા છે. તો રાજકોટમાં એકનું મોત થયું છે.

રાજ્યમાં કેટલા એક્ટિવ કેસ ?

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 4 હજાર 632 છે. જેમાં પાંચ દર્દી વેન્ટીલેટર પર છે. કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી રાજ્યમાં 12 લાખ 26 હજાર 501 લોકો સાજા થયા છે. તો કોરોનાને કારણે 10954 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.75 ટકા છે.

કોરોના વેક્સિન

રાજ્યમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રિકોશન ડોઝ ફ્રી આપવાની શરૂઆત થઈ છે. ફરી રસીકરણ સેન્ટર પર લોકો પ્રિકોશન ડોઝ લેવા માટે લાઈન લગાવી રહ્યાં છે. રાજ્યમાં આજે સાંજે પાંચ કલાક સુધીમાં 1 લાખ 79 હજાર 931 લોકોને રસીના ડોઝ અપાયા છે. આમ ગુજરાતમાં અત્યાર સુધી કુલ રસીના 11 કરોડ 24 લાખ 51 હજાર 380 ડોઝ આપવામાં આવ્યા છે.

Back to top button