- એકેડેમી એવોર્ડ્સમાં એમ્મા સ્ટોન અભિનીત ફિલ્મ પુઅર થિંગ્સ બીજા સ્થાને રહી
લોસ એન્જલસ(અમેરિકા), 11 માર્ચ: US એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ દ્વારા 96માં એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર 2024નું અમેરિકાના લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા-અભિનેત્રી, શ્રેષ્ઠ સહાયક અભિનેતા-અભિનેત્રી સહિત વિવિધ શ્રેણીઓમાં પુરસ્કારો આપવામાં આવ્યા હતા. આ સમારોહમાં ઓપનહેમર ફિલ્મને મોટી જીત મળી હતી. આ ફિલ્મ માટે અભિનેતા કિલિયન મર્ફીને સર્વશ્રેષ્ઠ અભિનેતા અને ક્રિસ્ટોફર નોલનને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો હતો તો ફિલ્મના અભિનેતા રોબર્ટ ડાઉની જુનિયરને પણ તેનો પ્રથમ ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત થયો હતો. એમ્મા સ્ટોનની ફિલ્મ પુઅર થિંગ્સ બીજા સ્થાને રહી હતી. જ્હોન સીનાએ ઓસ્કાર 2024ના સ્ટેજ પર ન્યૂડ આવીને ઘણી હલચલ મચાવી હતી.
“Oppenheimer” takes home the Oscar for Best Picture!#Oscars#Oscars2024https://t.co/X7unxQW0XY pic.twitter.com/NDNogoSpjK
— ABC News (@ABC) March 11, 2024
Christopher Nolan accepts his first Oscar for Achievement in Directing for “Oppenheimer.”#Oscars#Oscars2024https://t.co/X7unxQW0XY pic.twitter.com/sSS0yqMOET
— ABC News (@ABC) March 11, 2024
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓસ્કાર એવોર્ડ જીતવાની રેસમાં દુનિયાભરમાંથી અનેક ફિલ્મો અને અભિનેતા-અભિનેત્રીઓ સામેલ થયા હતા. યુએસ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે આ વર્ષના વિજેતાની જાહેરાત કરી છે. એકેડેમી એવોર્ડની આ ઈવેન્ટ ભારતીય સમય અનુસાર 11 માર્ચે સવારે 4:30 વાગ્યે શરૂ થઈ હતી, ત્યારબાદ એક પછી એક વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા.
Cillian Murphy accepts the Oscar for Best Actor for “Oppenheimer.” It’s his first Oscar win and first nomination.#Oscars#Oscars2024https://t.co/X7unxQW0XY pic.twitter.com/DjRn9ahzyF
— ABC News (@ABC) March 11, 2024
“Sandra, Annette, Carey, Lily: I share this with you. I am in awe of you.”
Emma Stone accepts the Oscar for Best Actress for “Poor Things.”#Oscars#Oscars2024https://t.co/X7unxQW0XY pic.twitter.com/YfXFufYoBG
— ABC News (@ABC) March 11, 2024
“I’d like to thank my terrible childhood and the Academy in that order.”
Robert Downey Jr. accepts his first Oscar for Actor in a Supporting Role for “Oppenheimer.”#Oscars#Oscars2024https://t.co/X7unxQW0XY pic.twitter.com/R9f5fQ5MBV
— ABC News (@ABC) March 11, 2024
વિજેતાઓની સંપૂર્ણ યાદી જુઓ:
વિવિધ કેટેગરીમાં ‘ઓપનહેમર’ માટે કુલ 13 નોમિનેશન હતા, જેમાંથી ક્રિસ્ટોફર નોલન દ્વારા નિર્દેશિત ફિલ્મે 7 એવોર્ડ જીત્યા.
- શ્રેષ્ઠ ફિલ્મ- ઓપનહેમર
- શ્રેષ્ઠ અભિનેતા- કિલિયન મર્ફી (ઓપનહેમર)
- શ્રેષ્ઠ દિગ્દર્શક- ક્રિસ્ટોફર નોલન (ઓપનહેમર)
- શ્રેષ્ઠ સહાયક અભિનેતા – રોબર્ટ ડાઉની જુનિયર (ઓપનહેમર)
- શ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગ – જેનિફર લેમ (ઓપનહેમર)
- શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી- ઓપનહેમર
- શ્રેષ્ઠ ઓરિજિનલ સ્કોર – ઓપનહેમર
- શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – ડા’વાઈન જોય રેન્ડોલ્ફ (ધ હોલ્ડવર્સ)
- શ્રેષ્ઠ અભિનેત્રી – એમ્મા સ્ટોન (પુઅર થિંગ્સ)
- બેસ્ટ ઓરિજિનલ સોંગ – વ્હોટ વોઝ આઈ મેડ ફોર (બાર્બી-બિલી આઇલિશ અને ફિનાસ ઓ’કોનેલ)
- શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ – ધ ઝોન ઓફ ઈન્ટરેસ્ટ (યુકે ફિલ્મ)
- શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન – હોલી વેડિંગ્ટન (પુઅર થિંગ્સ)
- પ્રોડક્શન ડિઝાઇન – જેમ્સ પ્રાઇસ અને શોના હેથ (પુઅર થિંગ્સ)
- ઓરિજિનલ સ્ક્રીનપ્લે – જસ્ટિન ટ્રેટ અને આર્થર હરારી (એનાટોમી ઓફ અ ફોલ ફિલ્મ માટે)
- શ્રેષ્ઠ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ- ગોડઝિલા માઇનસ વન
- ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ- ધ લાસ્ટ રિપેર શોપ
- બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ – 20 ડેઇઝ ઇન મેરીયુપોલ
- લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ – ધ વન્ડરફૂલ સ્ટોરી ઓફ હેનરી સુગર
- શ્રેષ્ઠ એનિમેટેડ શોર્ટ ફિલ્મ- વોર ઈઝ ઓવર
- બેસ્ટ સાઉન્ડ – ધ ઝોન ઓફ ઇન્ટરેસ્ટ
- શ્રેષ્ઠ એડોપ્ટેડ સ્ક્રીનપ્લેઃ અમેરિકન ફિક્શન
Billie Eilish and Finneas O’Connell accept the Oscar for Best Original Song for “What Was I Made For?” from “Barbie.” #Oscars#Oscars2024https://t.co/X7unxQW0XY pic.twitter.com/4Ugg9nFjYO
— ABC News (@ABC) March 11, 2024
ભારતની “ટુ કિલ અ ટાઈગર” ઓસ્કાર જીતી શકી નહીં
ઝારખંડમાં દુષ્કર્મ પર આધારિત ફિલ્મ પણ ઓસ્કાર એવોર્ડ 2024ની રેસમાં નોમિનેટ થઈ હતી. જેનું નામ- ‘ટુ કીલ અ ટાઈગર’, જે બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ કેટેગરીમાં સામેલ હતી. જોકે, આ ફિલ્મનું એકેડેમી એવોર્ડ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. આ એવોર્ડ ફિલ્મ ’20 ડેઝ ઇન મેરીયુપોલ’ના નામે આપવામાં આવ્યો હતો. ‘ટુ કીલ અ ટાઈગર’ ઝારખંડમાં બનેલી એક ઘટનાની વાર્તા પર આધારિત કેનેડિયન ફિલ્મ છે, જેનું નિર્દેશન નિશા પાહુજાએ કર્યું છે.’
કલાકારોને યાદ કરવામાં આવ્યા હતા
The 2024 #Oscars show their In Memoriam tribute pic.twitter.com/NmGBnrhxt3
— The Hollywood Reporter (@THR) March 11, 2024
વર્ષ 2023 મનોરંજન ક્ષેત્ર માટે ઉતાર-ચઢાવથી ભરેલું હતું. બધાએ આ વર્ષે ઘણા પ્રખ્યાત સ્ટાર્સ ગુમાવ્યા છે. આવી સ્થિતિમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓસ્કારમાં દુનિયાને અલવિદા કહેનારા સ્ટાર્સને યાદ કરવામાં આવ્યા હતા. સમારોહના ‘ઈન મેમોરિયમ’ સેગમેન્ટમાં, પ્રખ્યાત ગાયક એન્ડ્રીયા બોસેલી અને તેમના પુત્ર માટ્ટેઓ બોસેલીએ ‘ટાઈમ ટુ સે ગુડબાય’ ગીત રજૂ કરીને દિવંગત સ્ટાર્સને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પણ જુઓ: ઓસ્કાર ટ્રોફી વેચી શકશો નહીં, એકેડેમીને પાછી આપો તો મળશે એટલા પૈસા કે, જોઈને ચોંકી જશો