મોબાઈલના કારણે યુવતીએ જીવ ગુમાવ્યો, ઘરે જ ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત
- Google ખાવાનું ના પાડે છે તેવું રટણ કરતી
- યુવતી બે મહિનાથી સતત ડિપ્રેશનમાં રહેતી હતી
- મોબાઈલની લતથી ગોપીપુરાની યુવતીનું મોત
સુરતમાં મોબાઈલના કારણે યુવતીએ જીવ ગુમાવ્યો છે. જેમાં મોબાઈલની લતથી યુવતીએ આપઘાત કર્યો છે. તેમાં ગૂગલ ખાવાનું ના પાડે છે તેવું રટણ કરતી હતી. તેમજ યુવતી બે મહિનાથી સતત ડિપ્રેશનમાં રહેતી હતી. જેમાં મોબાઈલની લતથી ગોપીપુરાની યુવતીનું મોત થયુ છે.
આ પણ વાંચો: ગુજરાત: ડભોઇના MLA શૈલેષ મહેતાનું બીજી વખત Facebook પર ડમી એકાઉન્ટ બન્યુ
યુવતીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ
યુવતીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. યુવતીની માનસિક રોગની સારવાર ચાલતી હતી. મોબાઇલ ફોનની લત કહો કે વળગણ તેના દૂષણના કારણે અગાઉ કામરેજના પરબ ખાતે રહેતા પરપ્રાંતીય પરિવારની 14 વર્ષીય બાળકીએ જીવ ગુમાવ્યો હતો. વર્તમાન સમયમાં આબાલ વૃદ્ધ સહિત તમામ મોબાઇલ ફોનના વળગણ અને લતના જાણે બાળકો વ્યસની બની ગયા હોય એમ કહેવું અસ્થાને નથી. કામરેજના પરબ ગામની ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં વસવાટ કરતા પરપ્રાંતીય પરિવારમાં માતા પાસે 14 વર્ષીય પુત્રીએ મોબાઇલ ફોન માંગતા માતાએ ફોન આપવાની ના પાડતા પુત્રીએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા શરૂ, વિદ્યાર્થીઓને અફવાઓથી દૂર રહેવા સૂચના
પુત્રી હાસી દાસે મોબાઇલ ફોન માંગતા માતાએ તેને ના પાડી
કામરેજના પરબ ગામે આવેલા ઓમ ઇન્ડસ્ટ્રીમાં રહેતા અરુણદાસ નાદુદાસ દાસ પરિવારમાં પત્ની સહિત એક પુત્રી સાથે વસવાટ કરે છે. વરાછા ખાતે રહેતા મિતુલભાઈ દિયોરાના ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા એમ્બ્રોઈડરીના ખાતામાં તેઓ માર્કેટિંગ કામ કરે છે. પત્ની ઇતિ દાસ પાસે તેમની પુત્રી હાસી દાસે મોબાઇલ ફોન માંગતા માતાએ તેને ના પાડી હતી. આથી પુત્રી હાસી દાસને માઠુ લાગી આવતા તે ઉપરના રૂમ ચાલી ગઈ હતી. બાદમાં માતા ઇતિ દાસ ઘરનું કામ પતાવી ઉપર ગયા હતાં તો રૂમ અંદરથી બંધ હતો. જે દરમ્યાન આજુબાજુના હાર્દિકભાઈ તેમજ સુરેશભાઈ નામના વ્યક્તિ આવતા તેમના દ્વારા સીડી પર ચઢીને જોતા યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી.