ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સૌરાષ્ટ્રમાં રેશનકાર્ડ સાથે આધાર લિંક ન હોય તેનું અનાજ વિતરણ બંધ થશે

Text To Speech
  • પોરબંદર, દ્વારકા, ભાવનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં અસર
  • 1 લાખ 38 હજારથી વધુ રેશનકાર્ડ રદ્દ થઈ જતા દેકારો
  • અંત્યોદય અન્ન યોજનાનો લાભ પણ મળશે નહિ

સૌરાષ્ટ્રમાં રેશનકાર્ડ સાથે આધાર લિંક ન હોય તેનું અનાજ વિતરણ બંધ થશે. જમાં સૌરાષ્ટ્રમાં 1.38 લાખ વધુ રેશનકાર્ડ રદ્દ થતા હાલાકી પડી રહી છે. આધાર કાર્ડનું જોડાણ ન થવાથી ગરીબ પરિવારોને અનાજ મળશે નહિ. તેથી રાજકોટ, જામનગર, અમરેલી, જૂનાગઢ જિલ્લામાં અસર થઇ રહી છે.

આ પણ વાંચો: ગુજરાત: ડભોઇના MLA શૈલેષ મહેતાનું બીજી વખત Facebook પર ડમી એકાઉન્ટ બન્યુ 

પોરબંદર, દ્વારકા, ભાવનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં અસર

ઉલ્લેખનીય છે કે પોરબંદર, દ્વારકા, ભાવનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં અસર થશે. તેમજ ગીર સોમનાથ અને બોટાદ સહિતના જિલ્લામાં મોટી અસર થઇ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આધારકાર્ડ લિંક ન હોઈ તેવા પરિવારનું અનાજ વિતરણ બંધ કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં 1 લાખ 38 હજારથી વધુ રેશનકાર્ડ રદ્દ થઈ જતા દેકારો બોલી ગયો છે. જો તમે મોદી સરકારની વન નેશન વન રાશન કાર્ડ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવું જરૂરી છે. અંત્યોદય અન્ન યોજનાનો લાભ પણ ત્યારે જ મળશે, જ્યારે તમારું રેશનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક હશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા શરૂ, વિદ્યાર્થીઓને અફવાઓથી દૂર રહેવા સૂચના

આ રીતે કરી શકાય છે આધારકાર્ડ ઓનલાઈન લિંક

– સત્તાવાર વેબસાઈટ uidai.gov.in પર જાઓ. ‘Start Now’ પર ક્લિક કરો.
– તમારે તમારું સરનામું જિલ્લા રાજ્ય સાથે ભરવાનું રહેશે. ‘Ration Card Benefit’ ના વિકલ્પ પર ક્લિક કરો.
– તમારો આધાર કાર્ડ નંબર, રેશન કાર્ડ નંબર, ઈ-મેઈલ એડ્રેસ અને મોબાઈલ નંબર વગેરે ભરો.
– વિગત ભર્યા પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે. OTP ભર્યા પછી તમને તમારી સ્ક્રીન પર પ્રક્રિયા પૂર્ણ થવાનો સંદેશ મળશે.
– પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ તમારું આધાર ચકાસવામાં આવશે અને તમારું આધાર તમારા રેશનકાર્ડ સાથે જોડવામાં આવશે.

Back to top button