ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા શરૂ, વિદ્યાર્થીઓને અફવાઓથી દૂર રહેવા સૂચના

Text To Speech
  • તમામ કેન્દ્રો પર CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે
  • ગેરરીતિ અટકાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે
  • 1.65 લાખ વિદ્યાર્થીઓ રિપિટર તરીકે પરીક્ષા આપશે

ગુજરાતમાં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઇ ગઇ છે. જેમાં વિદ્યાર્થીઓને અફવાઓથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. તેમજ ગઇકાલે અમદાવાદ ગ્રામ્યમાં DEOએ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. જેમાં શાળામાં CCTV અને વ્યવસ્થાને લઇ DEOએ વિઝીટ કરી હતી.

આ પણ વાંચો: ગુજરાત: ડભોઇના MLA શૈલેષ મહેતાનું બીજી વખત Facebook પર ડમી એકાઉન્ટ બન્યુ

1.65 લાખ વિદ્યાર્થીઓ રિપિટર તરીકે પરીક્ષા આપશે

વિદ્યાર્થીઓ આવતીકાલે સાનુકૂળ વ્યવસ્થા વચ્ચે બેન્ચ પર સીટ નંબર લખાઇ ગયા છે. તેમજ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તે માટે સૂચના અપાઈ છે. તથા અમદાવાદ ગ્રામ્યમાં વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા મળે તેનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ વિદ્યાર્થીઓને અફવાઓથી દૂર રહેવા સૂચના છે. તથા 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.
ધોરણ 10માં 9,17,687 વિધાર્થીઓ પરીક્ષા આપશે. તેમજ 1.65 લાખ વિદ્યાર્થીઓ રિપિટર તરીકે પરીક્ષા આપશે.

તમામ કેન્દ્રો પર CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે

ધોરણ 10માં 84 ઝોનમાં 981 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 130થી વધુ કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે. 4 જેલ કેન્દ્રો પર પણ પરીક્ષાનું આયોજન કરાયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થી પરીક્ષા આપશે. તથા ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 વિદ્યાર્થી પરીક્ષા આપશે. 56 ઝોનમાં 663 કેન્દ્રો પર પરીક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે. તમામ કેન્દ્રો પર CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે. તથા ગેરરીતિ અટકાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.

Back to top button