એજ્યુકેશનટ્રેન્ડિંગયુટિલીટીવિશેષ

વિદ્યાર્થીઓની દલીલના કારણે માસ્તર થયા ગુસ્સે, બંદૂક કાઢીને કર્યું ફાયરિંગ

Text To Speech

બાંગ્લાદેશ, 10 માર્ચ : તમે અત્યાર સુધીમાં સાંભળ્યું જ હશે કે વિદ્યાર્થીઓને ભણાવતી વખતે શિક્ષકોએ ધીરજ રાખવી જોઈએ. શ્રેષ્ઠ નાગરિકો બનાવવાની જવાબદારી તેમની છે જે ફક્ત તેના જીવનને જ નહીં પરંતુ તેના દેશને પણ ગૌરવ અપાવશે. તેથી તેને ઉદાર અને દયાળુ બનવાનું શીખવવું જોઈએ. પરંતુ, અહીં જે શિક્ષક વિશે વાત છે તે આનાથી તદ્દન વિરુદ્ધ છે.

ઘણી વખત વિદ્યાર્થીઓ શિક્ષકની વાત સાથે સહમત થતા નથી. આવી સ્થિતિમાં તેઓશિક્ષકની સાથે દલીલ કરવા લાગે છે, પરંતુ તમે ભાગ્યે જ સાંભળ્યું હશે કે તેના બદલામાં કોઈ શિક્ષકે વિદ્યાર્થી પર ગોળીબાર કર્યો હશે. આવી એક ઘટના બાંગ્લાદેશમાંથી સામે આવી છે.અહીં ક્લાસમાં બેઠેલો શિક્ષક એટલો ગુસ્સે થઈ ગયો કે તેણે પોતાની બંદૂક કાઢી અને દલીલ કરી રહેલા વિદ્યાર્થી પર સીધો ગોળીબાર કરી દીધો.

શિક્ષકે વિદ્યાર્થીને ગોળી મારી

આ ઘટના બાંગ્લાદેશની એક મેડિકલ કોલેજમાં બની. એક રિપોર્ટ અનુસાર, એક 23 વર્ષનો છોકરો તેની મૌખિક પરીક્ષા આપી રહ્યો હતો. આ દરમિયાન તેણે કોલેજના લેક્ચરર રેહાન શરીફ સાથે ઝઘડો શરૂ કર્યો હતો. શિક્ષકનો ગુસ્સો સતત વધી જતાં આગળનો કંઇપણ વિચાર કર્યા વગર તેણે બંદૂક કાઢી અને વિદ્યાર્થી પર ગોળીબાર કર્યો. ગોળી વિદ્યાર્થીના જમણા ઘૂંટણ તરફ વાગી હતી, પરંતુ સદનસીબે તેના ખિસ્સામાં રહેલા મોબાઈલ ફોનમાં ગોળી વાગતા. વિદ્યાર્થીને તે દરમિયાન થયેલી ઈજાને કારણે હોસ્પિટલમાં દાખલ કરીને તેને સર્જરી કરાવવી પડી હતી.

ભગવાન બચાવે આવા શિક્ષકથી

આ ઉપરાંત, શિક્ષકે વર્ગમાં હાજર 45 વિદ્યાર્થીઓ વચ્ચે ગોળી ચલાવી હતી. આ જ કારણ છે કે કેટલાક વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીની મદદ કરવા દોડી આવ્યા હતા, તો કેટલાકે શિક્ષકને રૂમમાં બંધ કરી દીધા હતા. પોલીસે તરત જ શિક્ષકને કસ્ટડીમાં લીધો અને જાણવા મળ્યું કે તેની પાસે બીજી બંદૂક છે. શિક્ષકની બેગમાંથી 81 ગોળીઓ, 4 મેગેઝીન, 2 ચાકુ અને 10 ખંજર પણ મળી આવ્યા હતા.

આ પણ વાંચો : પાલતુ શ્વાન તમારા ચહેરાને ચાટે છે? તો તેના કારણે તમારે જીવન પણ ગુમાવવું પડી શકે છે

Back to top button