ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: ભાજપ-વિપક્ષના 23 કોર્પોરેટરોએ લાખો રૂપિયાના બજેટનો પ્રજાના કામો માટે ઉપયોગ કર્યો નથી

  • ફાળવાયેલ બજેટનો વપરાશ કરવામાં ઉદાસીનતા
  • ગોતાના કાઉન્સિલરનું સૌથી વધુ રૂ.26.46 લાખનું બજેટ વણવપરાયેલ
  • બજેટની રકમમાંથી 25થી 50 ટકા જેટલી રકમનો વપરાશ જ કર્યો નથી

અમદાવાદમાં ભાજપ-વિપક્ષના 23 કોર્પોરેટરોએ લાખો રૂપિયાના બજેટનો પ્રજાના કામો માટે ઉપયોગ કર્યો નથી. જેમાં ગોતાના કાઉન્સિલરનું સૌથી વધુ રૂ.26.46 લાખનું બજેટ વણવપરાયેલ રહ્યું છે. AMC BJP નેતા ગૌરાંગ પ્રજાપતિ, કંચન રાદડિયા, સુહાના મન્સુરી વગેરેએ બજેટ વાપર્યું નથી.

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા, હજુ ભાવ વધશે 

ફાળવાયેલ બજેટનો વપરાશ કરવામાં ઉદાસીનતા

ફાળવાયેલ બજેટમાંથી અંદાજે રૂ. 15.84 લાખની રકમ વાપરી જ નથી. AMC દ્વારા શહેરના તમામ ઝોનમાં માળાખાકીય સુવિધાઓનો ઝડપથી વિકાસ થઈ શકે અને નાગરિકોને પાણી, ગટર, રસ્તા, પેવર, સ્ટ્રીટલાઈટ, વગેરે જેવી પાયાની સુવિધાઓ મેળવવામાં કોઈ હાલાકીનો સામનો કરવો ન પડે તે હેતુસર AMC કોર્પોરેટરોને દર વર્ષે રૂ. 40 લાખનું બજેટ ફાળવવામાં આવે છે. AMCના શાસક અને વિપક્ષના 23 જેટલા કોર્પોરેટરો તેમને ફાળવાયેલ બજેટનો વપરાશ કરવામાં ઉદાસીનતા દાખવતા હોવાનું જાણવા મળે છે. કાઉન્સિલર બજેટ નહીં વાપરનારાઓમાં મ્યુનિ. ભાજપ નેતાનો પણ સમાવેશ થાય છે. AMC ભાજપ નેતા ગૌરાંગ પ્રજાપતિએ તેમને ફાળવાયેલ બજેટમાંથી અંદાજે રૂ. 15.84 લાખની રકમ વાપરી જ નથી.

આ પણ વાંચો: ગુજરાતની લોકઅદાલતમાં 4,64,919 કેસોનો નિકાલ થયો, જાણો કેટલા કરોડનું વળતર ચૂકવાયું

બજેટની રકમમાંથી 25થી 50 ટકા જેટલી રકમનો વપરાશ જ કર્યો નથી

ગોતાના BJPના કોર્પોરેટર અજય દેસાઈએ સૌથી વધુ રકમ એટલેકે રૂ. 26. 46 લાખની રકમનો પ્રજાના કામો માટે ઉપયોગ કર્યો નથી. જ્યારે દરિયાપુરના વિપક્ષના કોર્પોરેટર માધુરી કલાપીએ રૂ. 23.15 લાખની રકમ પ્રજાના કામો માટે વાપરી જ નથી. આમ, મ્યુનિ. કોર્પોરેટરોએ 2023-24ના વર્ષમાં કાઉન્સિલર બજેટની રકમમાંથી 25થી 50 ટકા જેટલી રકમનો વપરાશ જ કર્યો નથી. આમ, કેટલાંક મ્યુનિ. કાઉન્સિલરો તેમની આળસ કે અણઆવડતને કારણે તેને ફાળવાયેલ બજેટનો પૂરતા પ્રમાણમાં અને યોગ્ય રીતે ઉપયોગ કરતા ન હોવાનું જાણવા મળે છે. જયારે મોટાભાગના કોર્પોરેટરોએ બજેટની 100 ટકા રકમનો ઉપયોગ કરે છે. BLP અને વિપક્ષના કેતન પટેલ, ચેતના પટેલ, સુહાના મન્સુરી, જમના વેગડા, રાજેશ ઠાકોર, કંચન રાદડિયા, વાસંતી પટેલ, ચંદ્રકાન્ત ચૌહાણ, મિતલ મકવાણા સહિત કેટલાંક કોર્પોરેટરોએ બજેટનો ઉપયોગ નહીં કરવાને કારણે તે રકમ વણવપરાયેલી પડી રહી છે.

Back to top button