ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં જાણો કેમ બેવડી ઋતુનો થઇ રહ્યો છે અનુભવ

Text To Speech
  • રાજ્યમાં હજુ પણ મહત્તમ તાપમાનમાં વધારો થશે
  • ગાંધીનગર લઘુત્તમ તાપમાન 17.0 ડિગ્રી રહ્યું છે
  • સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા

ગુજરાત રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. તેમજ હવે ગરમીની શરૂઆત થઇ જશે. તેમજ અમદાવદમાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી રહ્યું છે. ત્યારે રાજ્યમાં ધીરે ધીરે ગરમીની શરૂઆત થઇ છે. તથા મહુઆમાં સૌથી વધુ 35.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા, હજુ ભાવ વધશે 

ગાંધીનગર લઘુત્તમ તાપમાન 17.0 ડિગ્રી

અમદાવદમાં લઘુત્તમ તાપમાન 15.8 મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી નોંધાયું છે. અને ગાંધીનગર લઘુત્તમ તાપમાન 17.0 મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી નોંધાયું છે. સુરત લઘુત્તમ તાપમાન 20.4 મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી નોંધાયું છે. તથા રાજકોટ લઘુત્તમ તાપમાન 16.2 મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી નોંધાયુ છે. તેમજ વડોદરા લઘુત્તમ તાપમાન 16.4 મહત્તમ તાપમાન 34.0 ડિગ્રી સાથે મહુઆમાં લઘુત્તમ તાપમાન 14.6 મહત્તમ તાપમાન 35.8 નોંધાયું છે.

રાજ્યમાં હજુ પણ મહત્તમ તાપમાનમાં વધારો થશે

રાજ્યમાં હજુ પણ મહત્તમ તાપમાનમાં વધારો થશે. હવામાન વિભાગે 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ,અરવલ્લી, ગાંધીનગર, ગીર સોમનાથ, મહેસાણા, પંચમહાલ,સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

ઉત્તર પૂર્વીય પવનોના કારણે રાજયમાં મિશ્રઋતુ

હવામાન વિભાગે 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરી છે. સવારે ઠંડી જ્યારે બપોરે ગરમીનો એહસાસ થયો છે. રાજ્યમાં ધીરે ધીરે ગરમીની શરૂઆત થઇ છે. ત્યારે ઉત્તર પૂર્વીય પવનોના કારણે રાજયમાં મિશ્રઋતુ રહે છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. હવે બે દિવસમાં ગરમીની શરૂઆત થઇ જશે.

Back to top button