ટ્રેન્ડિંગમનોરંજન

‘રામાયણ’માં વિજય સેતુપતિ નહીં ભજવે વિભીષણનો રોલ, ‘સ્કૂપ’ ફેમના આ અભિનેતાની થઈ એન્ટ્રી!

Text To Speech

મુંબઈ, 09 માર્ચ: આ દિવસોમાં નિતેશ તિવારીની ‘રામાયણ’ વિશે સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ મુખ્ય ભૂમિકામાં છે. રામાયણનું દરેક પાત્ર એટલું મહત્વનું છે કે તેને કોણ ભજવશે તેના પર સૌની નજર છે. ઘણા લોકોના નામ પણ સામે આવ્યા છે. આ ફિલ્મ સાથે સની દેઓલ, લારા દત્તા અને રકુલ પ્રીત સિંહ જોડાયેલા છે. એવા અહેવાલો હતા કે વિજય સેતુપતિ વિભીષણની ભૂમિકા ભજવી શકે છે પરંતુ હવે ફિલ્મને લઈને નવું અપડેટ એ છે કે આ પાત્ર કોઈ અન્ય અભિનેતા ભજવશે.

કોણ બનશે વિભીષણ?

હવે હરમન બાવેજા ‘રામાયણ’માં વિભીષણની ભૂમિકા ભજવી શકે છે. હરમને હંસલ મહેતાની વેબ સિરીઝ ‘સ્કૂપ’થી કમબેક કર્યું હતું. તેણે JCP હર્ષવર્ધન શ્રોફની ભૂમિકા ભજવી હતી. વેબ સિરીઝમાં તેનું કામ ખૂબ વખણાયું હતું. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ફિલ્મની ટીમ ‘રામાયણ’માં વિભીષણની ભૂમિકા માટે હરમનના સંપર્કમાં છે, જે રાવણનો નાનો ભાઈ હતો.

જાણીએ હરમનના વર્કફ્રન્ટ વિશે

ડિરેક્ટર હેરી બાવેજાના પુત્ર હરમન બાવેજાએ 2008માં ફિલ્મ ‘લવ સ્ટોરી 2050’થી ડેબ્યૂ કર્યું હતું. આમાં તેની સામે પ્રિયંકા ચોપરા હતી. આ પછી તેણે ‘વિક્ટરી’, ‘વોટ્સ યોર રાશી’, ‘ડિશકિયાં’ અને ‘ઈટ્સ માય લાઈફ’માં કામ કર્યું. બીજી તરફ, નિતેશ તિવારીની ‘રામાયણ’ 3 ભાગમાં બનાવવામાં આવશે. રિપોર્ટ અનુસાર,  સૌથી પહેલા રણવીર સિંહ અને સાઈ પલ્લવી સાથે શૂટિંગ શરૂ થશે. યશ પછીથી તેમની સાથે જોડાશે. મેકર્સ 17 એપ્રિલે રામ નવમીના અવસર પર ફિલ્મની સત્તાવાર જાહેરાત કરી શકે છે. હાલમાં ફિલ્મનું પ્રી-પ્રોડક્શન વર્ક ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: ‘રામાયણ’માં રાજા દશરથના રોલ માટે અમિતાભ બચ્ચન ફાઈનલ?

Back to top button