ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મધ્યપ્રદેશના મંત્રાલય ભવનમાં ભીષણ આગ, જરૂરી દસ્તાવેજો બળીને ખાખ

Text To Speech
  • વલ્લભ ભવનમાં આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ રહેલું છે

ભોપાલ, 9 માર્ચ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આજે શનિવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઇ છે. ભોપાલમાં આવેલા મંત્રાલય બિલ્ડિંગ એવા વલ્લભ ભવનના પહેલા, ચોથા, પાંચમા અને છઠ્ઠા માળે આગ ભીષણ લાગી છે. મળતી માહિતી મુજબ, આ આગમાં ઘણા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો બળીને રાખ થઈ ગયા છે. જૂની ફાઈલો અને કચરાના ઢગલામાં આગ લાગી હોવાનું બહાર આવી રહ્યું છે. થોડી જ વારમાં આગની જ્વાળાઓ ચોથા માળ સુધી પહોંચવા લાગી હતી. મધ્યપ્રદેશના મંત્રાલયની બિલ્ડીંગમાં આગ લાગવાના સમાચારથી ખળભળાટ મચી ગયો છે. આ પછી તાત્કાલિક ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર સેફ્ટી એક્સપર્ટ પંકજ ખરે પણ સ્થળ પર હાજર છે.

 

ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશનું સચિવાલય વલ્લભ ભવનમાં આવેલું છે. મુખ્યમંત્રી સહિતના મંત્રીઓની ઓફિસ પણ અહીં છે. બિલ્ડીંગના પાંચમા માળે મુખ્યમંત્રી કાર્યાલય છે. હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.

ઉજ્જૈનમાં પણ આવી જ રીતે લાગી હતી આગ

ઉજ્જૈનના ઉદ્યોગપુરી વિસ્તારમાં શુક્રવારે રાત્રે પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી. ગત રાત્રે 11:45 કલાકે લાગેલી આગથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જ્યારે ત્યાંના લોકોએ આગની જ્વાળા જોઈ ત્યારે રાત્રે 12 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. લગભગ એક કલાકમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો.

આ પણ જુઓ: બેંગલુરુ બ્લાસ્ટના એક સપ્તાહ બાદ રામેશ્વરમ કાફે ફરી ખુલ્યું, આરોપીની શોધખોળ ચાલુ

Back to top button