ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યના મહિલા ધારાસભ્યોને વિકાસ કામો માટે વધુ રૂ.સવા કરોડની ગ્રાન્ટ ફાળવાશે

Text To Speech
  • મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની વિશ્વ મહિલા દિવસ અવસરે વિશેષ ભેટ

ગાંધીનગર, 8 માર્ચ : રાજ્યના મહિલા ધારાસભ્યોને વિકાસ કામો માટે વધુ રૂ.સવા કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની વિશ્વ મહિલા દિવસ અવસરે વિશેષ ભેટ આપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસ અવસરે રાજ્યનાં મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ આપી છે. મુખ્યમંત્રીએ ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે મળતી નિયમિત ગ્રાન્‍ટમાં ૨૦૨૪ -૨૫ ના વર્ષ માટે મહિલા ધારાસભ્યોને સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્‍ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત વિધાનસભામાં વિધાયક તરીકે જન પ્રતિનિધિત્વ કરતા મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના વિસ્તારોમાં રોડ-રસ્તાનાં વિવિધ કામો માટે વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્‍ટ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણયની ફળશ્રુતિએ મળશે.

Back to top button