પાલનપુર RTO ઈસ્પેક્ટર અને તેનો વચેટીયો 11 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
પાલનપુર, 8 માર્ચ, 2024, ગુજરાતમાં લાંચિયા અધિકારીઓને પકડવા માટે ACB એક્શનમાં આવી ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર આરટીઓ અધિકારી અને તેના વચેટિયાને અમદાવાદ ACBએ લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડ્યા છે. જેમાં આરટીઓ ઇન્સ્પેક્ટર અંકિત પંચાલે તેના વચેટિયા ભરત પટેલ સાથે રહી 11,700 રૂપિયાની ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ અમદાવાદ એસીબીનો કોન્ટેક્ટ કર્યો હતો.ACBએ છટકું ગોઠવી આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેના વચેટીયા ફરિયાદીએ પાસે માંગેલ પૈસા પાલનપુરના ગઠામણ દરવાજા ગલબાભાઈના પૂતળા પાસે લાંચના પૈસા સ્વીકાર તા જ એસીબીએ ઝડપી પાડ્યા હતા.
ACBનો સંપર્ક કરી ફરીયાદ આપી
પ્રાપ્ત વિગતો પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વાર લાંચિયો RTO અધિકારી ઝડપાયો છે. જેમાં થોડા દિવસ અગાઉ બે એજન્ટો પાલનપુર ACB ના રંગે હાથ ઝડપાયા બાદ આજે અમદાવાદ ACB ના હાથે RTO ઇન્સ્પેક્ટર ઝડપાયો છે. જેમા ફરીયાદી ઓટો એડવાઇઝરની ઓફીસ માં કામ કરે છે, તેમના ક્લાઇન્ટનાં વાહનોનાં નામ ફેરબદલી તેમજ બોજા નાંખવા નાં કામે આર.ટી.ઓ કચેરી માં અવાર નવાર જતા હોય છે.આરોપી આર.ટી.ઓ ઇન્સ્પેક્ટરે તેમને પોતાના વચેટીયા આરોપી ભરત જીવાભાઈ પટેલને 11,700 કોઇ બીલ પેટે આપીનું કહેલ પરંતુ ફરીયાદી બીલનાં નાણાં ચુકવતા માંગતા ન હોવાથી ACBનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.
બન્ને આરોપીઓને ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા
એસીબીએ લાંચનું છટકું ગોઠવી અને છટકા દરમ્યાન આરોપી ભરત પટેલે ફરીયાદી સાથે હેતુલક્ષી વાત ચીત કરી લાંચનાં નાણાં માંગી સ્વીકારતા જ આરોપી અંકિત નરેંદ્રભાઈ પંચાલ RTO ઈંસ્પેક્ટર વર્ગ 2 પાલનપુરની સાથે મોબાઇલ પર વાત કરી લાંચનાં નાણાં મળી ગયેલ હોવા અંગે જાણ કરી તેમની સંમતિ સ્વીકૃતિ મેળીવતા જ બન્ને આરોપીઓને ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
આ પણ વાંચોઃહર્ષ સંઘવીનો કટાક્ષ, યુવા સંસદમા કોઇ યુવાન રાહુલ ગાંધી બનવા તૈયાર નથી