વડાપ્રધાન મોદીએ યુવા હસ્તીઓને નેશનલ ક્રિએટર્સ એવોર્ડથી કર્યા સન્માનિત, જાણો શું કહ્યું?
- જયા કિશોરી, મૈથિલી ઠાકુર, RJ રૌનક સહીતની અનેક યુવા હસ્તીઓએ પોતાના નામે કર્યો નેશનલ ક્રિએટર એવોર્ડ
નવી દિલ્હી, 8 માર્ચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે અનેક યુવા હસ્તીઓને નેશનલ ક્રિએટર્સ એવોર્ડથી સન્માનિત કર્યા છે. નવી દિલ્હીના ભારત મંડપમ કહતે આયોજિત આ કાર્યક્રમમાં પીએમ મોદીએ વાર્તાકાર જયા કિશોરીથી લઈને લોક ગાયિકા મૈથિલી ઠાકુર અને RJ રૌનક સુધીની અનેક યુવા હસ્તીઓને સન્માનિત કર્યા છે. પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યું કે, “આ એવોર્ડ દેશના સોશિયલ મીડિયા કન્ટેન્ટ સમુદાયમાં નવીનતા અને સર્જનાત્મકતા તરફ ઉઠાવવામાં આવેલા પગલાંને સન્માન આપવા માટે છે. આ પુરસ્કારો 20થી વધુ કેટેગરીમાં આપવામાં આવે છે.
National Creators Awards honour the creativity and innovative spirit of our youth. It acknowledges their unparalleled contributions across diverse fields, celebrating young minds who dare to think differently and pave new paths. I congratulate all the awardees! pic.twitter.com/4LCDDGT9rv
— Narendra Modi (@narendramodi) March 8, 2024
The ‘National Creators Award’ recognises the talent of our creator’s community. It celebrates their passion to use creativity for driving a positive change. https://t.co/Otn8xgz79Z
— Narendra Modi (@narendramodi) March 8, 2024
#WATCH | Delhi: At the first ever National Creators Award, Prime Minister Narendra Modi presents the Best Creator for Social Change award to Jaya Kishori at Bharat Mandapam. pic.twitter.com/cJzxGhZbTQ
— ANI (@ANI) March 8, 2024
કોને કઈ કેટેગરીમાં એવોર્ડ મળ્યા?
- કલ્ચરલ એમ્બેસેડર ઓફ ધ યર- મૈથિલી ઠાકુર
- સામાજિક પરિવર્તન એવોર્ડ કેટેગરી- જયા કિશોરી
- બેસ્ટ ઇંટરનેશનલ ક્રિએટર- ડ્રુ હિક્સ
- બેસ્ટ સ્ટોરીટેલિંગ ક્રિએટર – કીર્તિકા ગોવિંદસામી
- બેસ્ટ એજ્યુકેશનલ ક્રિએટર- નમન દેશમુખ
- બેસ્ટ ટેક ક્રિએટર- ગૌરવ ચૌધરી
- બેસ્ટ આરોગ્ય અને ફિટનેસ ક્રિએટર – અંકિત બૈયનપુરિયા
- બેસ્ટ ટ્રાવેલ ક્રિએટર કેટેગરી – કામિયા જાની
- ફૂડ કેટેગરીમાં બેસ્ટ ક્રિએટર – કબિતા સિંહ
- Disruptor ઓફ ધ યર એવોર્ડ – રણવીર અલ્હાબાદિયા
- મોસ્ટ ક્રીએટિવ ક્રિએટર (પુરુષ) – RJ રૌનક
- મોસ્ટ ક્રીએટિવ ક્રિએટર (સ્ત્રી) – શ્રદ્ધા
- બેસ્ટ માઈક્રો ક્રિએટર એવોર્ડ – અરિંદામન
- ગેમિંગ કેટેગરીમાં બેસ્ટ ક્રિએટર – નિશ્ચય
- હેરિટેજ ફેશન આઇકોન એવોર્ડ- જાહવાની સિંહ
- સ્વચ્છતા એમ્બેસેડર એવોર્ડ- મલ્હાર કલામ્બે
- મનપસંદ ગ્રીન ચેમ્પિયન એવોર્ડ – પંકતિ પાંડે
- સેલિબ્રિટી ક્રિએટર એવોર્ડ- અમન ગુપ્તા
#WATCH | Delhi: At the first ever National Creators Award, Prime Minister Narendra Modi presents the Cultural Ambassador of The Year award to Maithili Thakur at Bharat Mandapam. pic.twitter.com/uD0g9vkaxq
— ANI (@ANI) March 8, 2024
#WATCH | Delhi: At the first ever National Creators Award, Prime Minister Narendra Modi presents the Celebrity Creator of the Year award to Aman Gupta at Bharat Mandapam. pic.twitter.com/4w9mL8B7yA
— ANI (@ANI) March 8, 2024
#WATCH | Delhi: At the first ever National Creators Award, Prime Minister Narendra Modi presents the Disruptor of the Year award to Ranveer Allahbadia (BeerBiceps) at Bharat Mandapam. pic.twitter.com/YCXrqLM70E
— ANI (@ANI) March 8, 2024
PM મોદીએ યુવા સેલિબ્રિટીઓને શું કહ્યું?
આ અવસરે સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે સમય બદલાય છે, જ્યારે નવો યુગ શરૂ થાય છે ત્યારે તેની સાથે તાલ મિલાવવાની જવાબદારી દેશની છે. આજે દેશ ભારત મંડપમમાં પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યો છે. તમે એવા લોકો છો જેમણે પોતાના માટે સ્થાન બનાવ્યું છે અને તેથી જ તમે ભારત મંડપમમાં છો. આ તે જગ્યા છે જ્યાં G-20 સમિટ યોજાઈ હતી.
આ પુરસ્કાર કન્ટેન્ટ ક્રિએટર્સ માટે પ્રેરણા બનશે: પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, તમે બધા અહીં એ ચર્ચા કરવા માટે એકત્રિત થયા છો કે આજે ભારતનું ભવિષ્ય કેવી રીતે બનાવી શકાય. ભવિષ્યમાં આ એવોર્ડ કન્ટેન્ટ ક્રિએટર માટે એક મોટી પ્રેરણા બનશે. તેમના કામને આગવી ઓળખ મળશે. આજે આ પુરસ્કારો મેળવનાર વિજેતાઓને હું અભિનંદન આપું છું.
આ પણ જુઓ: સુધા મૂર્તિ રાજ્યસભામાં નિયુક્ત, રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્તિ બદલ વડાપ્રધાને આનંદ વ્યક્ત કર્યો