ટ્રેન્ડિંગમનોરંજન

આલિયા ભટ્ટે વુમન્સ ડે પર એવી શું પોસ્ટ કરી કે ટ્રોલ થવું પડ્યું?

Text To Speech
  • આલિયા ભટ્ટે વુમન્સ ડે પર એક પોસ્ટ કરી છે, જેને જોઈને ઘણા લોકો હેરાન છે. તેણે હાર્ટ શેપનું સોફ્ટ ટોય પોસ્ટ કર્યું છે. સાથે એવી કેપ્શન લખી છે કે એવું લાગી રહ્યું છે કે રાહાએ આ તેના માટે બનાવ્યું છે.

આલિયા ભટ્ટે વુમન્સ ડે પર એક પોસ્ટ કરી છે, જેને જોઈને ઘણા લોકો હેરાન છે. તેણે હાર્ટ શેપનું સોફ્ટ ટોય પોસ્ટ કર્યું છે. સાથે એવી કેપ્શન લખી છે કે એવું લાગી રહ્યું છે કે રાહાએ આ તેના માટે બનાવ્યું છે. કોમેન્ટ સેક્શનમાં લોકો આલિયા ભટ્ટને ટ્રોલ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે 1 વર્ષની બાળકી આવું કેવી રીતે બનાવી શકે?

આલિયાને કોણે આપી ગિફ્ટ?

આલિયાએ પોસ્ટ કરી છે કે મારી લિટલ વુમને આ મારા માટે બનાવ્યું છે અને હું તેને તમારા બધા સાથે શેર કરી રહી છું. તમામ મહિલાઓને હેપી વુમન્સ ડે. ખુદને સેલિબ્રેટ કરવા માટે આજ અને જિંદગીભર માટે રોદ એક મિનિટ કાઢો. પોસ્ટ જોઈને લાગી રહ્યું છે કે આલિયાના કહેવાનો અર્થ છે કે આ હાર્ટ રાહા એ બનાવ્યું છે, પરંતુ 1 વર્ષ અને 4 મહિનાની રાહા માટે આમ કરવું પોસિબલ નથી.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

લોકોએ ઉડાડી મજાક

એક યુઝરે લખ્યું છે કે રાહાને સિલાઈ કરતા આવડે છે? બે વર્ષની છોકરી શું આવું કરી શકે છે? કોઈએ લખ્યું છે કે હા ભાઈ, સેલિબ્રિટી તો કંઈ પણ પોસ્ટ કરી દે બધુ સારું જ છે. આટલી નાની છોકરી આવું કેવી રીતે બનાવી શકે? કોઈએ લખ્યું છે, કંઈ પણ ફેંકવાનું બંધ કરો.

આ પણ વાંચોઃ સુધા મૂર્તિ રાજ્યસભામાં નિયુક્ત, રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્તિ બદલ વડાપ્રધાને આનંદ વ્યક્ત કર્યો

Back to top button