ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

ભારત ‘AIનું હબ’ બનશે: ઇકોસિસ્ટમને વેગ આપવા માટે સરકારે ખોલી તિજોરી

  • IndiaAI મિશન હેઠળ કેન્દ્ર સરકારે તિજોરી ખોલીને રૂ. 10 હજાર કરોડનું ભંડોળ મંજૂર કર્યું

નવી દિલ્હી, 8 માર્ચ: કેન્દ્ર સરકારે સ્વદેશી AI ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે IndiaAI મિશન શરૂ કર્યું છે. આ મિશન હેઠળ ભારતમાં AIના વિકાસ અને સુધારણા માટે કામ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે તિજોરી ખોલી છે. મોદી કેબિનેટે ‘Making AI in India’ અને ‘Making AI Work In India’ માટે રાષ્ટ્રીય સ્તરના IndiaAI મિશનની જાહેરાત કરી છે. સરકારે તિજોરી ખોલીને આ મિશન માટે રૂ. 10,372.92 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે.

 

IndiaAI મિશનની કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત 

IndiaAI મિશન દ્વારા, AI ઈનોવેશન માટે એક વ્યાપક ઈકોસિસ્ટમ વિકસાવવામાં આવશે. આ માટે જાહેર અને ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારી કરવામાં આવશે. ભારત સરકારના આ મહત્વાકાંક્ષી મિશનને કોમ્પ્યુટિંગ એક્સેસ, ડેટાની ગુણવત્તામાં સુધારો, સ્વદેશી AI ક્ષમતાઓનો વિકાસ, ટોચની AI પ્રતિભાઓને આકર્ષવા, ઉદ્યોગ સાથે ભાગીદારી, સ્ટાર્ટ-અપ રિસ્ક કેપિટલ (જોખમ મૂડી) જેવી ઘણી દિશાઓ માટે લાવવામાં આવ્યું છે, જેનો મુખ્ય ધ્યેય એ છે કે IndiaAI ઈકોસિસ્ટમને ભારતમાં પ્રોત્સાહન આપવું.

ભારત સરકારના આ મિશનનો અમલ ડિજિટલ ઈન્ડિયા કોર્પોરેશન (DIC) હેઠળ સ્વતંત્ર બિઝનેસ ડિવિઝન (IBD) દ્વારા કરવામાં આવશે. IANSના રિપોર્ટ અનુસાર, આનાથી સંબંધિત અધિકારીઓનું કહેવું છે કે, IndiaAI મિશનને મંજૂરી મળ્યા બાદ ભારતમાં ઈનોવેશન અને સ્વદેશી ક્ષમતાઓને વેગ મળશે. આ સિવાય દેશમાં ઉચ્ચ કૌશલ્ય ધરાવતા રોજગારની પણ શક્યતાઓ વધશે.

સ્વદેશી AI ક્ષમતાઓને વિકસાવવામાં આવશે

ઉલ્લેખનીય છે કે, વર્તમાન કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને નવી ટેક્નોલોજી સાથે જોડવા માટે ડિજિટલ ઈન્ડિયા મિશન શરૂ કર્યું હતું. IndiaAI મિશન ભારતમાં AIને પ્રોત્સાહન આપશે. ડિસેમ્બરમાં આયોજિત ગ્લોબલ AI સમિટ 2023માં ભારતમાં મેકિંગ AI વિશે વાત કરનારા પીએમ મોદીએ સૌપ્રથમ વ્યક્તિ હતા. આ IndiaAI મિશન હેઠળ, ભારતમાં જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ 10 હજારથી વધુ GPU (ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ) તૈયાર કરવામાં આવશે. આ સિવાય ભારતમાં AI માર્કેટપ્લેસ અને કોમ્પ્યુટિંગ ઈકોસિસ્ટમ પણ વિકસિત થશે.

આ પણ જુઓ: કેરળની શાળામાં દેશની પ્રથમ AI રોબોટ શિક્ષક ભણાવશે, જાણો Irish વિશે રસપ્રદ બાબતો

Back to top button