ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: 11 ક્ષેત્રોમાં ભાજપ નવા ચેહરા ચૂંટણીમાં ઉતારશે, જાણો કોને મળશે તક

  • 11 મતક્ષેત્રોના ઉમેદવારોમાં અડધોઅડધ મહિલાઓ આગેવાનો હશે
  • પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામોની ઘોષણા થશે
  • ત્રણ ટર્મ પછી અમરેલી અને વલસાડમાં ભાજપ નવા ચહેરા ઉતારશે

ગુજરાત રાજ્ય માટે ભાજપમાં 11 લોકસભા ક્ષેત્રોમાં સૌના જીવ અધ્ધર થયા છે. જેમાં ચોંકાવનારા નામો જાહેર થશે. દિલ્હીમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામોની ઘોષણા થશે. પાંચેય મહિલા સાંસદોની ટિકિટ કપાય તેવી શક્યતા છે. તેમજ 11 ક્ષેત્રોમાં ભાજપ નવા ચેહરા ચૂંટણીમાં ઉતારશે.

આ પણ વાંચો: ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, મહત્તમ તાપમાનમાં 2 ડીગ્રીનો થયો વધારો

11 બેઠકોના નામોને લઈને સૌના જીવ તાળવે ચોંટયા

ગત સપ્તાહના શનિવારે ભાજપે ગુજરાતમાં 26 પૈકી 15 લોકસભાના ઉમેદવારો જાહેર કર્યા બાદ બાકીના 11 બેઠકોના નામોને લઈને સૌના જીવ તાળવે ચોંટયા છે. દિલ્હીમાં ગુરુવારે મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુલતવી રહી છે, હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ સહિતના આગેવાનોની હાજરીમાં આ બેઠક આજે અથવા શનિવારે મળ્યા બાદ ગુજરાતમાં બાકીના 11 મતક્ષેત્રો માટે નામોની ઘોષણા થશે જે ભાજપ માટે મહદ્અંશે ચોંકાવનારા બની રહેશે.

આ પણ વાંચો: આજે શિવરાત્રિમાં શક્કરિયાવાર: તહેવાર અને પર્વો અનુસાર વિવિધ ખાન-પાનનો મહિમા

ત્રણ ટર્મ પછી અમરેલી અને વલસાડમાં ભાજપ નવા ચહેરા ઉતારશે

દિલ્હી ખાતે મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ વખતે ગુજરાતમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ સહિત મોવડીઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા જુજ છે. તેમ જણાવતા ટોચના નેતાએ કહ્યુ કે, ગુજરાતની 26 બેઠકોના ઉમેદવારો નક્કી કરવા અંગેની પ્રક્રિયા ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહે જ આટોપી લેવાઈ છે. પરંતુ, ઉમેદવારો માત્ર 15 જ જાહેર કર્યા હતા. જેમાંથી પાંચ નવા ચેહરાઓ હોવાથી બાકી રહેલા 11 મતક્ષેત્રોમાં પણ અધિકાંશ નવા ઉમેદવારોને તક ઉપલબ્ધ થશે એમ માની શકાય છે. જે 11 લોકસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવાના થાય છે તેમાંથી ચાર જ સાંસદોની પ્રથમ ટર્મ છે. જ્યારે પાંચની બીજી ટર્મ છે, બે સાંસદો ત્રણ ટર્મ પૂર્ણ કરી રહ્યા છે. ત્રણ ટર્મ પછી અમરેલી અને વલસાડમાં ભાજપ નવા ચહેરા ઉતારશે.

આ પણ વાંચો: આજે મહાશિવરાત્રીનો પર્વ, વહેલી સવારે 4 વાગ્યાથી સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાયા

11 મતક્ષેત્રોના ઉમેદવારોમાં અડધોઅડધ મહિલાઓ આગેવાનો હશે

મહેસાણાના સાંસદે પહેલાથી ચૂંટણી નહી લડવાની ઈચ્છા જાહેર કરી છે તેથી મહેસાણા સહિત ચાર કે પાંચ મહિલા સાંસદોની ટિકિટ કપાય તો નવાઈ નહી. આ વેળા ભાજપ અમદાવાદ ઈસ્ટ અને સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર પણ મહિલા આગેવાનને ટિકીટ આપશે તેવી ચર્ચા છે. એક રીતે પહેલા 15 ઉમેદવારોની યાદીમાં બે જ મહિલાઓને ટિકિટ આપી હોવાથી હવે આજકાલમાં જાહેર થનારા 11 મતક્ષેત્રોના ઉમેદવારોમાં અડધોઅડધ મહિલાઓ આગેવાનો હશે.

Back to top button