ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહિલા દિવસ પર PM મોદીની મહિલાઓને ભેટ, LPGની કિંમતમાં આપી છૂટ

Text To Speech
  • આ પગલાથી માત્ર મહિલા શક્તિનું જીવન સરળ બનશે નહીં પરંતુ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઓછો થશે: PM

નવી દિલ્હી, 8 માર્ચ: મહિલા દિવસના અવસર પર આજે શુક્રવારે વડાપ્રધાન મોદીએ એક મોટી જાહેરાત કરી છે. મહિલાઓને મોટી ભેટ આપતા કેન્દ્રની મોદી સરકારે LPG ગેસ સિલિન્ડરના ભાવમાં હવે 100 રૂપિયાનું છૂટ આપવાની જાહેરાત કરી છે. આ પગલું ભરવા પાછળ સરકારનો ઉદ્દેશ્ય મહિલા શક્તિનું જીવન સરળ બનાવવાનો અને કરોડો પરિવારોના આર્થિક બોજને ઓછો કરવાનો છે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી

ખુદ પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરીને માહિતી આપી છે કે, “આજે મહિલા દિવસના અવસર પર અમે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાની છૂટનો મોટો નિર્ણય લીધો છે. તેનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે એટલું જ નહીં પરંતુ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઓછો થશે. આ પગલું પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદરૂપ થશે, જેનાથી સમગ્ર પરિવારના સ્વાસ્થ્યમાં સુધારો થશે.

10 લાખ લાભાર્થીઓને સબસિડીનો લાભ મળશે

અગાઉ, કેબિનેટની બેઠકમાં નિર્ણય લેતા, સરકારે ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી એક વર્ષ માટે વધારી દીધી હતી. લગભગ 10 લાખ લાભાર્થીઓને તેનો લાભ મળશે. આ લાભાર્થીઓને એક વર્ષમાં 12 સિલિન્ડર પર સબસિડી મળશે. દિલ્હીમાં 14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 903 રૂપિયા છે. 100 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી તેની કિંમત 803 રૂપિયા થશે, જ્યારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને આપવામાં આવતી સબસિડી બાદ તેની કિંમત 603 રૂપિયા થશે.

આ પણ જુઓ: મહિલા સશક્તિકરણનું સર્વોચ્ચ સ્તર એટલે “સશસ્ત્ર-પથ”: તુ ન થકેગી – ન ઝૂકેગી

Back to top button