બનાસકાંઠા : ડીસાના માલગઢ ગામે નવીન માર્ગનું કરાયુ ખાત મુહૂર્ત
- રૂ. 68.58 લાખ ના ખર્ચે નવીન રોડ બનશે
પાલનપુર 7 માર્ચ 2024 : ડીસા તાલુકાના માલગઢ ગામે નવીન માર્ગનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્યએ ગ્રામજનો અને સરપંચને દબાણ વાળો રોડ 33 ફૂટ જેટલો ખુલ્લો કરી આપવા વિનંતી કરી હતી.
ડીસા તાલુકાના માલગઢ ગામે આજે રૂ. 68.58 લાખ ના ખર્ચે બનનાર નવીન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા બની રહેલા રોડનું ધારાસભ્ય પ્રવીણ માળી, તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા,સરપંચ પ્રકાશ ઠાકોર, માલગઢ સરપંચ પતિ ભેરાજી માળી, કે ટી માળી સહિત આગેવાનોના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. કૃષ્ણનગરથી પરબડી ડેરી સુધી બનતો માર્ગનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે.
અંગે ધારાસભ્ય પ્રમાણે એ જણાવ્યું હતું કે સરકારે હવે રોડ રસ્તા બનાવવા માટે ખૂબ જ સજાગ છે. ત્યારે આપણે પણ 33 ફૂટ રોડ ખુલ્લો કરીને આપવો પડશે તો. જ સરકાર સેટેલાઈટ મેપ દ્વારા ચકાસી રોડ બનાવશે. દબાણ કરેલો રોડ ખુલ્લો કરવામાં નહીં આવે તો આ ગ્રાન્ટ અન્ય જગ્યાએ ફળવાઇ જશે. માટે મારી તમામ લોકોને ખાસ વિનંતી છે કે તમામ લોકો પોતાનામાંથી થોડું ઘણું દબાણ દૂર કરે જેથી સારો માર્ગ બને ગાડી કે બાઈક ચાલકોને પરેશાની ન થાય અને આ વિસ્તારની સમૃદ્ધિ પણ વધે.
આ પણ વાંચો : બનાસકાંઠા : લોકસભા ચુંટણી ને પગલે ડીસા શહેર ઉત્તર અને દક્ષિણ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ