ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલહેલ્થ

ઝડપથી વજન ઘટાડવા કેટલું અસરકારક છે વોટર ફાસ્ટિંગ, જાણો એક્સપર્ટ્સનો મત

  • મર્યાદિત સમય (1 કે 2 દિવસ) માટે વોટર ફાસ્ટિંગ કરવું યોગ્ય માનવામાં આવે છે, પરંતુ લાંબા સમય સુધી ઉપવાસ કરવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે અને શરીરને નુકસાન થાય છે.

આજકાલ ઉપવાસ કરવાનું ચલણ ખૂબ જ વધી ગયું છે. વજન ઘટાવા માટેની એ રીત પોપ્યુલર થઈ છે. તેની પાછળ વિજ્ઞાન પણ છે અને ઘણા અભ્યાસો પણ તેને સમર્થન આપે છે. મર્યાદિત સમય (1 કે 2 દિવસ) માટે વોટર ફાસ્ટિંગ કરવું યોગ્ય માનવામાં આવે છે, પરંતુ લાંબા સમય સુધી ઉપવાસ કરવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે અને શરીરને નુકસાન થાય છે. વોટર ફાસ્ટિંગથી બ્લડ શુગર લેવલ, બીપી અને કોલેસ્ટ્રોલ લેવલ પ્રભાવિત થઈ શકે છે. ઉપવાસ દરમિયાન પૂરતું પાણી પીવું મહત્વપૂર્ણ છે, તેના કારણે ડિહાઇડ્રેશન નહીં થાય.

કેટલાક સંશોધનો પરથી જાણવા મળ્યું છે કે લાંબા સમય સુધી ઉપવાસ (ફાસ્ટિંગ) કરવાથી શરીરની ચરબીની ટકાવારી ઘટી શકે છે, પરંતુ તેની અસર ખૂબ ઓછી છે. જેમ જેમ તમે ખોરાક ખાશો, તેમ તેમ તમારી ચરબી વધશે. ઉપવાસ કરવાથી શરીરનું એકંદર વજન ઘટાડી શકાય છે, પરંતુ તે ખાસ કરીને ચરબી ઘટાડતું નથી. ઉપવાસની સાથે સાથે તમારા માટે નિયમિત કસરત અને કેલરી કંટ્રોલ કરવી પણ જરૂરી છે, એવું નથી કે માત્ર ઉપવાસ કરવાથી શરીર પર વધુ અસર નહીં થાય. ફાસ્ટિંગથી મેટાબોલિઝમ વધી શકે છે, પરંતુ તે ફેટ લોસ કરવાનો યોગ્ય માર્ગ નથી.

ઝડપથી વજન ઘટાડવા કેટલું અસરકારક છે વોટર ફાસ્ટિંગ, જાણો એક્સપર્ટ્સનો મત hum dekhenge news

શોર્ટ ટર્મ વેઈટ લોસ

શરૂઆતમાં, ઉપવાસથી વજન ઝડપથી ઘટવા લાગે છે, પરંતુ તે મોટાભાગે પાણીનું વજન છે. ફાસ્ટિંગ બાદ વજનમાં ઘટાડો અટકી શકે છે અથવા ફરી વધી શકે છે. જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ, ત્યારે વધારાની ઊર્જા ગ્લાયકોજેનના સ્વરૂપમાં શરીરમાં સંગ્રહિત થાય છે. આ ગ્લાયકોજેન આપણા લિવર અને માંસપેશીઓમાં સંગ્રહિત થાય છે. જ્યારે તમે ઉપવાસ કરો છો, ત્યારે શરીર સૌ પ્રથમ આ ગ્લાયકોજનનો ઊર્જા તરીકે ઉપયોગ કરે છે. જ્યારે ગ્લાયકોજેનનો સંગ્રહ ખાલી થઈ જાય છે, ત્યારે શરીર ઊર્જા માટે ચરબીના સ્ટોર્સનો ઉપયોગ કરવાનું શરૂ કરી દે છે. આ જ કારણ છે કે લાંબા સમય સુધી ઉપવાસ કરવાથી વજન ઘટે છે, પરંતુ આ પદ્ધતિ યોગ્ય માનવામાં આવતી નથી.

જાણો શું કહે છે સંશોધન

સંશોધન મુજબ, લાંબા સમય સુધી ફાસ્ટિંગ કરવાથી શરીરની ફેટમાં થોડો ઘટાડો થઈ શકે છે. તેમ છતાં, ચરબી ઘટાડવા માટે, નિયમિત ફાસ્ટિંગની સાથે કસરત અને કેલરી કન્ટ્રોલ કરવી મહત્ત્વની છે.

આ પણ વાંચોઃ અનુપમ ખેરે 69માં બર્થડે પર સરપ્રાઈઝ આપી, નિર્દેશક તરીકે બીજી ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’ની જાહેરાત

Back to top button