ટ્રેન્ડિંગધર્મ

શિવરાત્રિમાં જો કરી રહ્યા છો ચાર પ્રહરની પૂજા તો જાણો સમય અને ફાયદા

Text To Speech
  • મહાશિવરાત્રિ 8 માર્ચના રોજ રાતે 9.57 વાગ્યાથી શરૂ થઈને 9 માર્ચ 2024ના રોજ 6.17 વાગ્યે સમાપ્ત થશે. રાતે 12.07થી 12.56ની વચ્ચે નિશીથ કાળમાં પૂજાનું ખાસ મુહૂર્ત છે. જાણો ચાર પ્રહરની પૂજા વિશે.

મહાશિવરાત્રિનો આજે (8 માર્ચ)ના રોજ ઉજવવામાં આવશે. મહાશિવરાત્રિ મહા મહિનાની તેરસના દિવસે આવે છે. મહાશિવરાત્રિ 8 માર્ચના રોજ રાતે 9.57 વાગ્યાથી શરૂ થઈને 9 માર્ચ 2024ના રોજ 6.17 વાગ્યે સમાપ્ત થશે. રાતે 12.07થી 12.56ની વચ્ચે નિશીથ કાળમાં પૂજાનું ખાસ મુહૂર્ત છે. જાણો ચાર પ્રહરની પૂજા વિશે, તેનો સમય, મંત્ર અને દરેક પ્રહરની પૂજાના ફાયદા

પ્રથમ પ્રહર

સાંજે 6.25થી રાતે 9.28ની વચ્ચે
મંત્રઃ ઓમ હ્રીં ઈશાનાય નમઃ
ઉપાયઃ શિવલિંગને દૂધ ચઢાવો
ફળઃ દેવામાંથી મુક્તિ મળે છે.

દ્વિતીય પ્રહર

રાતે 9.28થી રાતે 12.31ની વચ્ચે
મંત્રઃ ઓમ હ્રીં અઘોરાય નમઃ
ઉપાયઃ શિવલિંગને દહીં ચઢાવો
ફળઃ સંતાન સુખ અને વૈવાહિક જીવનમાં ખુશહાલી આવે છે.

શિવરાત્રિમાં જો કરી રહ્યા છો ચાર પ્રહરની પૂજા તો જાણો સમય અને ફાયદા hum dekhenge news

તૃતિય પ્રહર

રાતે 12.31થી રાતે 3.04ની વચ્ચે
મંત્રઃ ઓમ હ્રીં વામદેવાય નમઃ
ઉપાયઃ શિવલિંગને ઘી ચઢાવો
ફળઃ ધનલક્ષ્મી આકર્ષિત થશે, નોકરી અને બિઝનેસમાં પ્રગતિ થશે.

ચતુર્થ પ્રહર

વહેલી સવારે 3.34થી રાતે 6.37ની વચ્ચે (9 માર્ચ)
મંત્રઃ ઓમ હ્રીં સદ્યોજાતાય નમઃ
ઉપાયઃ શિવલિંગને મધ ચઢાવો
ફળઃ અખંડ સૌભાગ્યનું વરદાન મળશે.

300 વર્ષ બાદ શુભ સંયોગ

આ વર્ષે 8 માર્ચ 2024ના રોજ ખૂબ જ શુભ સંયોગમાં મહાશિવરાત્રિ ઉજવાશે. આ વર્ષે મહાશિવરાત્રિ પર દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, શિવ યોગ, સિદ્ધિ યોગ આવશે. આ ઉપરાંત કુંભ રાશિમાં સૂર્ય, શનિ, બુધનો યુતિ સંબંધ તો રહેશે, જે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. 8 માર્ચના રોજ કુંભ રાશિમાં સૂર્ય, શનિ અને શુક્ર સાથે મળીને ત્રિગ્રહી યોગ બનાવશે. મહાશિવરાત્રિના એક દિવસ પહેલા ગ્રહોના રાજકુમાર બુધ મીન રાશિમાં ગોચર કરશે અને મંગળ ગ્રહ મકર રાશિમાં વિરાજમાન રહેશે. આવો અદ્ભૂત સંયોગ લગભગ 300 વર્ષ બાદ બની રહ્યો છે.

આ પણ વાંચોઃ મહાશિવરાત્રીમાં ચંદ્રમાં કુંભ રાશિમાં, શિવલિંગની પૂજા કરવાથી જન્મકુંડળીના આ દોષ થાય છે દુર

Back to top button