રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાતમાં આવશે, આમ આદમી પાર્ટીના અધ્યક્ષ યાત્રાનું કરશે સ્વાગત
- આમ આદમી પાર્ટીના અધ્યક્ષ યાત્રાનું સ્વાગત કરશે
- બપોરે 3.00 કલાકે ન્યાય યાત્રા ગુજરાત પહોચશે
- ‘ભારત જોડો ન્યાય યાત્રા’ 4 દિવસમાં 7 જિલ્લામાં ફરશે
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં AAP જોડાશે. જેમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે ગુજરાતમાં પ્રવેશ કરશે. ત્યારે ઇન્ડિયા ગઠબંધનની અસર ભારત જોડો ન્યાય યાત્રામાં પડી છે. તેમજ બપોરે 3.00 કલાકે ન્યાય યાત્રા ગુજરાત પહોચશે. તેમાં ઝાલોદ ખાતે પ્રદેશ કોંગ્રેસ ન્યાય યાત્રાનું સ્વાગત કરશે.
આ પણ વાંચો: દિલ્હીના પેઇન્ટરને કપાયેલા હાથ પાછા મળ્યા, હેન્ડ ટ્રાન્સપ્લાન્ટનું ઉત્તમ ઉદાહરણ
‘ભારત જોડો ન્યાય યાત્રા’ 4 દિવસમાં 7 જિલ્લામાં ફરશે
‘ભારત જોડો ન્યાય યાત્રા’ 4 દિવસમાં 7 જિલ્લામાં ફરશે. ગુજરાતમાં ન્યાય યાત્રા 400થી વધુ કિલોમીટરનો પ્રવાસ કરશે. તેમજ રાહુલ ગાંધી ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે. તેમાં કંબોઇના ગુરૂ ગોવિંદ ધામ, પાવગઢ તળેટીની મુલાકાત લેશે. હરસિધ્ધી માતાજી મંદિરમાં રાહુલ ગાંધી દર્શન કરશે. રાજપીપળા અને બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે. તેમજ રાહુલ ગાંધી ગુજરાતમાં 6 જાહેર સભાને સંબોધશે. 27 કોર્નર મિટિંગની આયોજન કરવામાં આવ્યું છે. 70થી વધુ જગ્યાઓ પર સ્વાગત કરવામાં આવશે. 10 માર્ચે ‘ભારત જોડો ન્યાયયાત્રા’ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.
આ પણ વાંચો: Gujarat Board Exam:ધો.10-12ની પરીક્ષામાં સ્થળ પર જાણો કોણ મોબાઇલ સાથે રાખી શકશે
આમ આદમી પાર્ટીના અધ્યક્ષ યાત્રાનું સ્વાગત કરશે
ઇન્ડિયા ગઠબંધનની અસર ભારત જોડો ન્યાય યાત્રામાં પડી છે. જેમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં AAP જોડાશે. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ યાત્રાનું સ્વાગત કરશે. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ સહિત પાર્ટીના શીર્ષ નેતાઓ ભારત જોડો ન્યાય યાત્રાનું સ્વાગત કરશે. ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, મનોજ સોરઠીયા, સાગર રબારી સહિતના નેતાઓ યાત્રામાં જોડાશે.