સીરિયામાં મૃત્યુનો તાંડવ: ISISના આતંકી હુમલામાં 18ના મૃત્યુ તો 50 લોકો ગુમ
- આતંકવાદીઓએ ગ્રામીણ લોકો પર ગોળીબાર કર્યો જેઓ ટ્રફલ્સ એકત્રિત કરી રહ્યા હતા
સીરિયા, 7 માર્ચ: પશ્ચિમ એશિયાઈ દેશ સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ અથવા ISISના આતંકવાદીઓએ મોતનો તાંડવ મચાવ્યો છે. મળતી માહિતી મુજબ, બુધવારે પૂર્વ સીરિયામાં આતંકવાદીઓએ ગ્રામીણો પર ગોળીબાર કર્યો હતો. આ અચાનક થયેલા હુમલામાં 18 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. જ્યારે હુમલામાં 16 લોકો ઘાયલ થયા છે. આ મૃત્યુઆંક વધી શકે તેવી વ્યકત કરવામાં આવી રહી છે. આ હુમલા બાદ 50 લોકો ગુમ થયા છે. પૂર્વી સીરિયામાં, આતંકવાદીઓએ ગ્રામીણ લોકો પર ગોળીબાર કર્યો જેઓ ટ્રફલ્સ એકત્રિત કરી રહ્યા હતા તે મોસમી ફળ છે જે ઊંચા ભાવે વેચાય છે. સીરિયામાં ઘણા લોકો તેમને એકત્રિત કરવા માટે બહાર જાય છે, કારણ કે અહીંની 90 ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે.
🚨🇸🇾BREAKING: ISIS MAJOR ATTACK IN SYRIA | 18 KILLED, 50 MISSING
18, including 3 pro-Iranian militants, were killed, and over 50 are feared to be missing in a terror attack allegedly orchestrated by ISIS in the Deir ez-Zor countryside in Eastern Syria.
Sources: Al Arabiya… pic.twitter.com/RxInT889j1
— Mario Nawfal (@MarioNawfal) March 6, 2024
50 લોકોના અપહરણ થયું હોવાની આશંકા
આ ઘટના અંગે બ્રિટન સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સે જણાવ્યું હતું કે, હુમલામાં લગભગ 50 લોકો લાપતા પણ છે. એવી આશંકા છે કે, તેઓનું ISના આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. ઓબ્ઝર્વેટરીએ વધુમાં જણાવ્યું હતું કે, મૃતકોમાં સરકાર તરફી રાષ્ટ્રીય સંરક્ષણ દળોના ચાર સભ્યોનો પણ સમાવેશ થાય છે.
🚨‼️ #BREAKING: MAJOR ISIS ATTACK IN SYRIA WITH 18 KILLED AND 50 MISSING
In an attack by ISIS, 18 people lost their lives, among them 3 pro-Iranian militants, while more than 50 individuals are feared missing in the Deir ez-Zor countryside of Eastern Syria.#ISIS #Syria pic.twitter.com/4uet4xMN1E
— Censored Insight (@CensoredInsight) March 6, 2024
44 લોકોના મૃત્યુ થયું હોવાનો સ્થાનિક મીડિયાનો દાવો!
સરકારી મીડિયા હાઉસ દામા પોસ્ટ અનુસાર, મૃત્યુઆંક 44 હોવાનું કહેવાય છે. દામા પોસ્ટ અનુસાર, ઇસ્લામિક સ્ટેટ ગ્રુપ દ્વારા કરવામાં આવેલો આ અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો છે. આ હુમલો ઇરાકની સરહદે આવેલા દેઇર અલ-ઝોરના પૂર્વ પ્રાંતમાં કોબાઝેબ શહેરની નજીકના રણ વિસ્તારમાં થયો હતો.
A Syrian civilian uprising against the US-backed SDF militia in Northeastern Syria.
Whether its the FSA or SDF, Syrians will always resist & reject the extensions of the US & Israeli empires. We reject the SDFs Israel-styled ethnostate & the FSAs ISIS-styled minority executions. pic.twitter.com/CpNMTVzks9
— ☭🇸🇾 GLOBALIZE THE INTIFADA🐉☪︎ (@Soviet_Aladdin) March 6, 2024
સીરિયામાં સ્થિતિ ખૂબ જ દયનીય
આ દેશ ગરીબીના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. એટલું જ નહીં, તે આતંકવાદથી ખરાબ રીતે પીડિત છે. અહીંના લડવૈયાઓ પર અમેરિકન અને ઇઝરાયેલના હુમલા તાજેતરના સમયમાં ઘણી વખત થઈ રહ્યા છે. આતંકવાદ અને ગરીબી સામે ઝઝૂમી રહેલા આ દેશની હાલત ખૂબ જ દયનીય છે. અહીંની 90 ટકાથી વધુ વસ્તી અત્યંત ગરીબીમાં જીવે છે. એક વર્ષ પહેલા આવેલા ભૂકંપે આ દેશના સામાન્ય જીવન અને અર્થતંત્રને વધુ હચમચાવી નાખ્યું હતું, જેમાંથી દેશ સંપૂર્ણ રીતે બહાર આવી શક્યો નથી.
આ પણ જુઓ: બેંગલુરુ બ્લાસ્ટના આરોપીઓ પર 10 લાખનું રોકડ ઈનામ, NIAએ તસવીર જાહેર કરી