‘આજથી મોદી પરિવારનો સભ્ય…’ : TMC છોડી ભાજપમાં જોડાતા જ પૂર્વ ધારાસભ્ય તાપસ રોયએ આપ્યું નિવેદન
કોલકાતા, 6 માર્ચ : પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીના મુદ્દે તૃણમૂલ કોંગ્રેસ (TMC)માંથી રાજીનામું આપનાર પાર્ટીના પૂર્વ નેતા તાપસ રોય ભાજપમાં જોડાઈ ગયા છે. રાજ્યમાં સંદેશાખાલી અને ભ્રષ્ટાચારના મુદ્દે પાર્ટી છોડીને રોયે ધારાસભ્ય પદેથી રાજીનામું પણ આપી દીધું હતું. તાપસ રોય ભાજપના નેતા સુવેન્દુ અધિકારી અને પ્રદેશ અધ્યક્ષ શકુન્ત મજમુદારની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. રોય કોંગ્રેસમાંથી તૃણમૂલ કોંગ્રેસમાં આવ્યા હતા. તેઓ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે 25 વર્ષ સુધી રહ્યા. તેમના રાજીનામા પછી, રોયે આરોપ લગાવ્યો હતો કે જ્યારે EDએ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી ત્યારે પાર્ટીએ તેમને સમર્થન આપ્યું ન હતું. રોયે એમ પણ કહ્યું હતું કે તેમને પાર્ટીમાં યોગ્ય સ્થાન મળ્યું નથી. રોયે ટીએમસીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા હતા.
પોતાને ‘આઝાદ પંછી’ કહેતા હતા.
તાપસ રોયે ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા તૃણમૂલ કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ રોયે વિધાનસભા અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ કહ્યું હતું કે હું હવે મુક્ત પક્ષી છું. ભાજપમાં જોડાવા અંગે તાપસ રોયે કહ્યું કે, “આજથી હું ભાજપ પરિવાર અને પીએમ મોદીના પરિવારનો(Modi ka Parivar) સભ્ય છું. જ્યાં સુધી હું રાજકારણમાં છું ત્યાં સુધી હું આ પરિવારમાં મારી તમામ જવાબદારીઓ નિભાવીશ…”
कोलकाता: भाजपा में शामिल होने पर तापस रॉय ने कहा, “मैं आज से भाजपा परिवार और PM मोदी के परिवार का सदस्य हूं। जितने दिन मैं राजनीति में हूं उसमें मैं इस परिवार में अपने सभी दायित्व का निर्वहन करूंगा…” https://t.co/v1f1Ousn7P pic.twitter.com/Xt2oYVzpZ3
— ANI_HindiNews (@AHindinews) March 6, 2024
પાર્ટીની અંદર તાપસ રોયનો ઉત્તર કોલકાતાના ટીએમસી સાંસદ સુદીપ બંદોપાધ્યાય સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. એવી અટકળો છે કે ભાજપ તેમને ઉત્તર કોલકાતાથી ટિકિટ પણ આપી શકે છે. તાપસ રોય 1996માં કોંગ્રેસની ટિકિટ પર વિદ્યાસાગર વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. રોય 2001ની વિધાનસભા ચૂંટણીમાં બારા બજારથી ટીએમસીની ટિકિટ પર જીત્યા હતા. આ પછી તેઓ 2011માં ઉત્તર 24 પરગણા જિલ્લાના બારાનગર વિધાનસભા ક્ષેત્રમાં ગયા. તે અહીંથી પણ જીતવામાં સફળ રહ્યા હતા. ત્યારથી તેઓ આ સીટ પરથી ટીએમસીના ધારાસભ્ય હતા. રોય વર્તમાન વિધાનસભામાં ટીએમસીના ડેપ્યુટી ચીફ વ્હીપ પણ હતા. EDએ જાન્યુઆરી મહિનામાં તાપસ રોયના ઘરે દરોડા પાડ્યા હતા.