ગુજરાતમાં રાજ્ય સરકારના કર્મચારીઓનું પેનડાઉન આંદોલન શરૂ
- જૂની પેન્શન યોજના લાગુ કરવાની કર્મચારીઓની માગ
- 9 માર્ચે ગાંધીનગરમાં કર્મચારીઓની મહાપંચાયત યોજાશે
- કર્મચારીઓ આજે કામગીરીથી અળગા રહી વિરોધ કરી રહ્યાં છે
ગુજરાતમાં રાજ્ય સરકારના કર્મચારીઓનું પેનડાઉન આંદોલન શરૂ થયુ છે. જેમાં વિવિધ શહેરોમાં સરકારી કર્મચારીઓ કામગીરીથી અળગા રહી વિરોધ કરી રહ્યાં છે. તેમજ 9 માર્ચે ગાંધીનગરમાં કર્મચારીઓની મહાપંચાયત યોજાશે.
આ પણ વાંચો: અમેરિકા-કેનેડામાં ઘુસણખોરી કેસમાં EDની કાર્યવાહી, અમદાવાદ સહિત 29 સ્થળો પર દરોડા
જૂની પેન્શન યોજના લાગુ કરવાની કર્મચારીઓની માગ
વિવિધ પડતર માંગણીઓને લઇ રાજ્ય સરકારના કર્મચારીઓનું પેનડાઉન આંદોલન શરૂ થયુ છે. તેમાં રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ અને સંયુક્ત કર્મચારી મોરચાનું પેનડાઉન આંદોલન માટે આહ્વાન છે. તેમાં કર્મચારીઓ આજે કામગીરીથી અળગા રહી વિરોધ કરી રહ્યાં છે. જેમાં 4 માર્ચ સુધી સરકારને અલ્ટીમેટમ અપાયું હતું. જેમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની કર્મચારીઓની માગ છે. તથા ફિક્સ પે સ્કેલ હટાવવાની કર્મચારીઓની માગ છે. તેમજ 45 કેડેટના કર્મચારીઓના મત લઇ સરકારમાં અપાશે. જિલ્લાની કચેરીઓમાં મેતપેટી મુકવામાં આવશે.
આ પણ વાંચો: લોકો આરોગ્ય સાથે ચેડા, ગુજરાતમાં ફરી રૂ.79 લાખની કિંમતનું શંકાસ્પદ ઘી જપ્ત કરાયુ
ફિક્સ પે નાબુદ કરવાની માગણી: રાજ્ય કર્મચારી મહામંડળના મહામંત્રી
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના મહામંત્રી ભરત ચૌધરીએ નિવેદન આપતા જણાવ્યું છે કે જૂની પેંશન યોજના લાગુ કરવા માગ છે. તેમજ ફિક્સ પે નાબુદ કરવાની માગણી છે. સંયુક્ત કર્મચારી મોરચાના ઉપક્રમે પેન ડાઉન કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. સમાધાન કર્યા મુજબ નિર્ણય નથી થયો તથા સરકાર આંદોલન દબાવવા પ્રયાસ કરે છે. સરકાર એકશન લેશે તો અચોક્ક્સ મુદતની હડતાળ કરીશું. લોકસભાની ચૂંટણી પહેલા શિક્ષક અને કર્મચારીઓનો વિરોધ શરૂ થયો છે. જેમાં સરકારની ગેરંટી પર કર્મચારીઓને વિશ્વાસ નથી. તેમાં શિક્ષકોએ ચોક ડાઉન કરી વિરોધ કર્યો છે. તેમજ કર્મચારીઓનો પેન ડાઉન કરી વિરોધ કર્યો છે. જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની માંગ સાથે આંદોલન શરૂ થયા છે.