ગુજરાતટ્રેન્ડિંગ

લોકો આરોગ્ય સાથે ચેડા, ગુજરાતમાં ફરી રૂ.79 લાખની કિંમતનું શંકાસ્પદ ઘી જપ્ત કરાયુ

Text To Speech
  • ઘટના સ્થળેથી ઘી સાથે વનસ્પતિ ઘીના ટીન મળી આવ્યા
  • ઝીણવટભરી તપાસ ચાલી રહી હોવાનો તંત્રે દાવો કર્યો છે
  • 16,159 કિલો ગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો સ્થળ પરથી જપ્ત

વારંવાર લોકો આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યાં છે. જેમાં ગુજરાતમાં ફરી રૂ.79 લાખની કિંમતનું શંકાસ્પદ ઘી જપ્ત કરાયુ છે. તેમાં છત્રાલ GIDCમાં ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી સામે આવી છે. જેમાં 16 હજાર કિલોનો જથ્થો પકડાયો છે તેમજ રિપોર્ટ બાદ કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: વિદ્યાર્થીઓને થશે લાભ, ગુજરાત યુનિવર્સિટીમાં 6 કોર્સ ઓનલાઈન ભણાવવામાં આવશે

ઝીણવટભરી તપાસ ચાલી રહી હોવાનો તંત્રે દાવો કર્યો છે

ઝીણવટભરી તપાસ ચાલી રહી હોવાનો તંત્રે દાવો કર્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની ટીમે છત્રાલ જીઆઈડીસી ખાતેની સ્વાગત પ્રોડક્ટ પેઢીમાં રેડ કરતાં 79 લાખની કિંમતનો 16 હજાર કિલો ગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરે જણાવ્યું હતું કે, ગાંધીનગરની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે છત્રાલ જીઆઈડીસી ખાતેની મે. સ્વાગત પ્રોડક્ટ ખાતે રેડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: અમેરિકા-કેનેડામાં ઘુસણખોરી કેસમાં EDની કાર્યવાહી, અમદાવાદ સહિત 29 સ્થળો પર દરોડા

ઘટના સ્થળેથી ઘી સાથે વનસ્પતિ ઘીના ટીન મળી આવ્યા

ઘટના સ્થળેથી ઘી સાથે વનસ્પતિ ઘીના ટીન મળી આવ્યા હતા. જેને ઘીમાં ભેળવીને વેચાણ થતું હોવાની શંકાના આધારે પેઢીના માલિક જીગર પટેલની હાજરીમાં ઘીના કુલ 15 નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે બાકીનો 79 લાખની કિંમતનો 16,159 કિલો ગ્રામ જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યો હતો. આ ખાદ્ય પદાર્થો બિન આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી હોવાનો તંત્રે દાવો કર્યો છે.

Back to top button