વિદ્યાર્થીઓને થશે લાભ, ગુજરાત યુનિવર્સિટીમાં 6 કોર્સ ઓનલાઈન ભણાવવામાં આવશે
- વિદ્યાર્થીઓ પોતાની રીતે પોતાના સમયે ઓનલાઇન અભ્યાસ કરી શકશે
- ત્રણ કોર્સ અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનના શરૂ કરવામાં આવશે
- આ તમામ કોર્સ સો ટકા ઓનલાઇન માધ્યમથી ચલાવવામાં આવશે
ગુજરાત યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક સત્રથી 6 કોર્સ ઓનલાઈન ભણાવવામાં આવશે. ઓનલાઈન કોર્સમાં વર્ષમાં બે વખત પ્રવેશ આપવામાં આવશે. તેમજ વિદ્યાર્થીઓ ડયૂઅલ ડિગ્રી પણ મેળવી શકશે. ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઈન ભણાવવા અંગેની ગત સપ્ટેમ્બર-2022માં પૂર્વ કુલપતિ દ્વારા કરાયેલી જાહેરાત માત્ર કાગળ પર જ રહી છે, ત્યારે ફરી એકવાર નવા કુલપતિ દ્વારા આગામી શૈક્ષણિક સત્રથી જ ઓનલાઈન ભણાવવા અંગેનો દાવો કરાયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
ત્રણ કોર્સ અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનના શરૂ કરવામાં આવશે
સ્નાતક અને અનુસ્નાતકના મળીને કુલ 6 કોર્સ ઓનલાઈન ભણાવવાની યુનિવર્સિટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેના માટે યુનિ. દ્વારા સત્તાવાર પરિપત્ર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા કરાયેલી જાહેરાત મુજબ, બી.એ. ઇન ઇગ્લીંશ, બી.કોમ ઇન જનરલ, બીસીએ એમ, ત્રણ કોર્સ સ્નાતક કક્ષાના અને એમ.એ. ઇન ઇગ્લીંશ, એમ.કોમ ઇન જનરલ અને એમએસસી ઇન મેથેમેટીક્સ એમ, ત્રણ કોર્સ અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનના શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતના મોરબી શહેરમાંથી 1.84 કરોડની નશાયુક્ત કફ સીરપનો જથ્થો ઝડપાયો
વિદ્યાર્થીઓ પોતાની રીતે પોતાના સમયે ઓનલાઇન અભ્યાસ કરી શકશે
આ તમામ કોર્સ સો ટકા ઓનલાઇન માધ્યમથી ચલાવવામાં આવશે. સૌથી મહત્વની વાત એ કે, વિદ્યાર્થીઓ રેગ્યુલર અભ્યાસની સાથે ઓનલાઇન કોર્સ કરી શકશે એટલે કે એકસાથે બે અભ્યાસક્રમમાં પ્રવેશ અને ડિગ્રી પણ મેળવી શકશે. ઓનલાઇન અભ્યાસક્રમ પછી મળેલા સર્ટિફ્કિેટ કે પ્રમાણપત્રો ગુજરાત યુનિવર્સિટીના રેગ્યુલર અભ્યાસક્રમોની સમકક્ષ રહેશે. ઓનલાઇન અભ્યાસ માટે આગામી દિવસોમાં યુનિવર્સિટી દ્વારા વર્લ્ડ કલાસ પોર્ટલ શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ સ્માર્ટફેન, ટેબ્લેટ, લેપટોપ અને કોમ્પ્યુટરના માધ્યમથી અભ્યાસ કરવાનો રહેશે. વર્ષમાં બે વખત ઓનલાઇન માધ્યમથી પ્રવેશ ફળવવામાં આવશે.વિશ્વના કોઇપણ જગ્યાએથી આ કોર્સમાં પ્રવેશ મેળવી શકાશે. પ્રવેશથી લઈને પરીક્ષા સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઇન માધ્યમથી જ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાની રીતે પોતાના સમયે ઓનલાઇન અભ્યાસ કરી શકશે.