’20 કરોડ આપો નહીંતર બ્લાસ્ટ કરીશું’, કર્ણાટકના CM અને મંત્રી મંડળને મળ્યો ધમકીભર્યો મેઇલ
બેંગલુરુ, 05 માર્ચ: કર્ણાટકમાં સીએમ સિદ્ધારમૈયા સહિત અનેક કેબિનેટ મંત્રીઓને એક સાથે ધમકીભર્યા મેઇલ મળવાથી રાજ્ય સરકારમાં હડકંપ મચ્યો છે. આ મામલે સીસીબી પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આ ધમકી મુખ્ય મંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્ય મંત્રી ડીકે શિવકુમાર અને રાજ્યના ગૃહ મંત્રી જી પરમેશ્વરા સહિત અગ્રણી હસ્તીઓને મળી છે. દરેકને આ ધમકી [email protected]ના ઈમેલથી મળી છે. મહત્ત્વનું છે કે, કર્ણાટકમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે. રાજ્યમાં આજે જ પહેલાં તો પીએમ મોદીને ધમકી મળી ત્યારબાદ મંત્રી મંડળને ધમકીભર્યો મેઇલ મળ્યો છે.
2.5 મિલિયન ડૉલરની માંગી ખંડણી
મેઇલમાં લખ્યું છે કે, ફિલ્મનું ટ્રેલર તમને કેવું લાગ્યું? જો તમે અમને 2.5 મિલિયન ડૉલર નહીં આપો, તો અમે લોકો આખા કર્ણાટકમાં બસ, ટ્રેન, મંદિરો, હોટલ અને જાહેર ક્ષેત્રમાં બૉમ્બથી ઉડાવી દઈશું. અમે તમને વધુ એક ટ્રેલર બતાવવા માંગીએ છીએ. અમે આગળ વિસ્ફોટ અંબારી ઉત્સવ બસમાં કરવા જઈ રહ્યા છે. અંબારી ઉત્સવ બસ બ્લાસ્ટ બાદ અમે સોશિયલ મીડિયા પર પોતાની માંગ ઉઠાવીશું અને તમને મોકલવામાં આવેલા મેઇલના સ્ક્રીનશૉટ પણ અપલોડ કરીશું. અમે આગામી બ્લાસ્ટ વિશેની જાણકારી પોસ્ટર કરીશું. આ વચ્ચે બેંગલુરુ સિટી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કેસ દાખલ કર્યો છીએ.
પીએમ મોદી અને યોગીને જાનથી મારી નાખવાની ધમકી
અગાઉ કર્ણાટક પોલીસે મોહમ્મદ રસૂલ કદ્દરે નામના વ્યક્તિની સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરવા બદલ ધરપકડ કરી હતી. જેમાં તેણે પીએમ નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી આપી હતી. કર્ણાટકના યાદગીરીના સુરપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાયા બાદ ધરપકડ કરવામાં આવી હતી.
પીએમને ધમકી અને પછી રેસ્ટોરન્ટમાં બોમ્બ બ્લાસ્ટ
આ ઘટના પર બોલતા ભારતીય જનતા પાર્ટીના નેતા અને વરિષ્ઠ વકીલ નલિન કોહલીએ કહ્યું કે કર્ણાટકમાં અચાનક જ એવા તત્વો ઉભરાવા લાગ્યા છે જે પાકિસ્તાન તરફી સાબિત થઈ રહ્યા છે. પીએમ મોદીને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે અને રેસ્ટોરન્ટમાં બોમ્બ મૂકી રહ્યા છે. કર્ણાટક પોલીસ અને અન્ય એજન્સીઓ ખરેખર કામ કરી રહી છે પરંતુ આ બધા પાછળની માનસિકતા શું છે?
આ પણ વાંચો: વીડિયો શેર કરીને શખ્સે PM મોદી અને સીએમ યોગીને મારી નાખવાની ધમકી આપી