ટ્રેન્ડિંગમનોરંજન

રામ ચરણની મેકઅપ આર્ટિસ્ટ પહેલા શાહરૂખથી નારાજ, હવે બોલિવૂડ વિશે કહ્યું આવું…

  • રામ ચરણની મેકઅપ આર્ટિસ્ટ ઝેબા હસને સોશિયલ મીડિયા પર આ વાતનો વિરોધ વ્યક્ત કર્યો છે, તેણે કહ્યું કે હું શાહરૂખની બહું મોટી ફેન છું, પરંતુ તેણે જે રીતે રામ ચરણને સ્ટેજ પર બોલાવ્યો તે મને બિલકુલ ગમ્યું નથી. જોકે ફેન્સ તેની પર ભડક્યા છે. 

ચેન્નાઈ, 5 માર્ચઃ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંકશનમાં બોલિવૂડના ત્રણેય સુપર સ્ટાર ખાન્સ સ્ટેજ પર એક સાથે આવ્યા તે કમાલની મુમેન્ટ હતી. શાહરૂખ, સલમાન અને આમિરે સ્ટેજ પર ખૂબ માહોલ જમાવ્યો. આ ત્રણેયે RRR ફિલ્મના ગીત નાટુ નાટુ પર આઈકોનિક ડાન્સ સ્ટેપ પર્ફોમન્સ આપ્યું. શાહરૂખે સ્ટેજ પરથી RRR સ્ટાર રામ ચરણને પણ બોલાવ્યો અને તેની સાથે પણ સ્ટેજ પર મસ્તી કરી. બધું સારું રહ્યું, પરંતુ હવે શાહરૂખનો રામ ચરણને બોલાવવાનો અંદાજ સાઉથ ઈન્ડસ્ટ્રીને નારાજ કરી રહ્યો છે. અંબાણી પરિવારના ગ્રાન્ડ ફંકશનમાં સામે આવેલા વીડિયોમાં શાહરૂખ રામચરણને સ્ટેજ પર બોલાવતો દેખાય છે. તેલુગૂ ઈન્ડસ્ટ્રીના મોટા નામમાંથી એક રામ ચરણને બોલાવવા માટે શાહરૂખ તેલુગૂ બોલવાની નકલ કરી રહ્યો છે. તેની આ વાતે રામ ચરણની મેકઅપ આર્ટિસ્ટ ઝેબાને નારાજ કરી છે.

શાહરૂખની વાતથી નારાજ રામ ચરણની મેકઅપ આર્ટિસ્ટ

રામચરણની મેકઅપ આર્ટિસ્ટ ઝેબા હસને સોશિયલ મીડિયા પર આ વાતનો વિરોધ વ્યક્ત કર્યો છે, તેણે કહ્યું કે હું શાહરૂખની બહું મોટી ફેન છું, પરંતુ તેણે જે રીતે રામ ચરણને સ્ટેજ પર બોલાવ્યો તે મને બિલકુલ ગમ્યું નથી. ઝેબાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું છે કે ઈડલી વડા સંભાર રામ ચરણ કહાં હે તુ??? ત્યારબાદ હું બહાર ચાલી ગઈ. રામ ચરણ જેવા સ્ટાર માટે આ બહુ અપમાનજનક છે.

ઝેબાની નારાજગી અહીં જ રોકાઈ નથી. તેણે સમગ્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માટે પણ નારાજગી વ્યક્ત કરી છે. પોતાની પોસ્ટમાં તેણે લખ્યું છે કે હવે આગળ જતા નોર્થ ઈન્ડિયન આર્ટિસ્ટ્સને નહીં, સાઉથના લોકોને કામ આપવાનું શીખવું જોઈએ.

રામ ચરણની મેકઅપ આર્ટિસ્ટ પહેલા થઈ શાહરૂખથી નારાજ, હવે બોલિવૂડ વિશે કહ્યું આવું... hum dekhenge news

ઝેબા પર ભડક્યા ફેન્સ

ઝેબાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં એક લાંબી નોટ શેર કરતા લખ્યું છે કે સાઉથ ઈન્ડિયન્સ સ્ટાર્સને એટલું સન્માન નથી અપાતું જેના તેઓ હકદાર છે, તેના બદલે બોલિવૂડ સ્ટાર્સને ત્રણ ગણું વળતર આપવા તૈયાર થઈ જાય છે. બોલિવૂડથી સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ બોલાવવાનો ક્રેઝ હૈદરાબાદમાં નવા આર્ટિસ્ટનો આખો બિઝનેસ ખાઈ જાય છે. ઝેબાની સ્ટોરીથી હવે એ પોસ્ટ ડીલીટ થઈ ચૂકી છે. લોકો તેને એટેન્શન સીકર અને પબ્લિસીટી સ્ટંટ કહી રહ્યા છે. કોઈકે લખ્યું છે જ્યારે શાહરૂખ રામ ચરણ માટે પોતાનું સન્માન બતાવતા ઝૂક્યો હતો ત્યારે ઝેબા કદાચ સૂઈ ગઈ હશે. કોઈકે લખ્યું છે અભિનંદન તમને ચીપ પબ્લિસીટી મળી ગઈ..

આ પણ વાંચોઃ હું કદી પાર્ટીઓમાં નાચી નથી, અંબાણીના પ્રી-વેડિંગ માટે બોલી કંગના

Back to top button