ટોપ ન્યૂઝનેશનલ

વડાપ્રધાન મોદીએ પહેલી વખત કર્યો મફત વૃત્તિ પર પ્રહાર, ‘દેશ માટે હાનિકારક છે આ વૃતિ’

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું અને પહેલી વખત મફત કલ્ચર પર નિશાન સાધ્યું છે. વડાપ્રધાન મોદીએ જાલૌનમાં 296 કિલોમીટર લાંબા બુંદેલખંડ એક્સપ્રેસ વેનું સંબોધનની શરૂઆત કરી અને લોકોને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે, જે ભૂમિએ અસંખ્ય યોદ્ધાઓ પેદા કર્યા છે, જ્યાં લોહીમાં ભારતભક્તિ વહે છે, જ્યાં પુત્ર-પુત્રીઓની બહાદુરી અને પરિશ્રમ હંમેશા દેશનું નામ રોશન કરે છે, આજે બુંદેલખંડ ભૂમિને એક્સપ્રેસ-વેની ભેટ આપતા મને વિશેષ ખુશી મળી રહ્યો છે.

પહેલી વખત મફત વૃતિ પર પ્રહાર કરતાં મોદીએ કહ્યું કે, મફત આપાવની વૃતિ દેશ માટે ખતરનાક છે, આવા લોકો એક્સપ્રેસ વે બનાવી શકતા નથી. તેમજ તે વસ્તુ દેશ માટે ઘણી જ હાનિકારક હોય છે. લોકોએ તેનો વિચાર કરવો જોઇએ.

એક્સપ્રેસ વે માત્ર વાહનોને જ નહીં, ઉદ્યોગને પણ પ્રગતિ કરશે

બુંદેલખંડ એક્સપ્રેસ વે દ્વારા ચિત્રકૂટથી દિલ્હીનું અંતર 3-4 કલાક ઓછું થયું છે, પરંતુ તેનો ફાયદો તેના કરતા ઘણો વધુ છે. આ એક્સપ્રેસ વે માત્ર વાહનોને જ નહીં, પરંતુ તે સમગ્ર બુંદેલખંડની ઔદ્યોગિક પ્રગતિને વેગ આપશે. પીએમએ વધુમાં કહ્યું કે એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું હતું કે પરિવહનના આધુનિક માધ્યમો પર પ્રથમ અધિકાર ફક્ત મોટા શહેરોનો છે. પણ હવે સરકાર પણ બદલાઈ છે અને મિજાજ પણ બદલાઈ ગયો છે. આ મોદી છે, આ યોગી છે. જૂના વિચારોને પાછળ છોડીને આપણે નવી રીતે આગળ વધી રહ્યા છીએ.

પીએમે કહ્યું કે આ એક્સપ્રેસ વેની બાજુમાં ઘણા કિલ્લાઓ છે. યુરોપના ઘણા દેશોમાં કિલ્લાઓ જોવાનો વિશાળ પ્રવાસન ઉદ્યોગ છે. આજે હું યોગીજીની સરકારને કહીશ કે હવે બુંદેલખંડ એક્સપ્રેસ વે બની ગયા પછી તમારે આ કિલો જોવા માટે એક મહાન ટુરિઝમ સર્કિટ પણ બનાવવી જોઈએ.

Back to top button