ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

માઉથ ફ્રેશનર કેસમાં રેસ્ટોરન્ટના મેનેજરની ધરપકડ, માલિક ફરાર

  • રેસ્ટોરન્ટમાં પાંચ લોકોએ માઉથ ફ્રેશનર તરીકે ડ્રાય આઈસ ખાધા પછી લોહીની કરી હતી ઉલટી

નવી દિલ્હી, 5 માર્ચ: દેશની રાજધાની નવી દિલ્હીના ગુરુગ્રામ માઉથ ફ્રેશનર કેસમાં પહેલી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા માઉથ ફ્રેશનર તરીકે ડ્રાય આઈસ આપનારા રેસ્ટોરન્ટના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે રેસ્ટોરન્ટનો માલિક ફરાર થઈ ગયો છે. જેની શોધખોળ ગુરુગ્રામ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ખરેખર, કેફેમાં જમ્યા બાદ કેટલાક લોકોએ માઉથ ફ્રેશનરનું સેવન કર્યું હતું. જે બાદ તે તમામને લોહીની ઉલ્ટી થવા લાગી હતી. આ ઉપરાંત, આ લોકોએ મોંમાં બળતરા થવાની પણ ફરિયાદ કરી હતી. આ પાંચેય લોકોની હાલત ખરાબ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી બેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પોલીસે પીડિતાઓની ફરિયાદના આધારે કેફે માલિક અને મેનેજર વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

 

માઉથ ફ્રેશનર કેસમાં કરવામાં આવી કાર્યવાહી

આ મામલે કાર્યવાહી કરતા ગુરુગ્રામ પોલીસની ટીમે સેફાયર 90 લો ફોરસ્ટા રેસ્ટોરન્ટ(ગુરુગ્રામ માઉથ ફ્રેશનર કેસ)ના મેનેજરની ધરપકડ કરી છે. આરોપી મેનેજરનું નામ ગગનદીપ સિંહ છે, તે દિલ્હીના કીર્તિ નગરનો રહેવાસી છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, રેસ્ટોરન્ટ સ્ટાફ દ્વારા આપવામાં આવતા ડ્રાય આઈસના કારણે 5 લોકોની તબિયત બગડી હતી. પોલીસે જણાવ્યું કે, “હોસ્પિટલમાં દાખલ પાંચ લોકોમાંથી ત્રણને રજા આપી દેવામાં આવી છે અને બેની સારવાર ચાલી રહી છે. આરોપી મેનેજરને આજે મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

વીડિયોમાં પીડિતો પીડા-અસ્વસ્થતાને કારણે રડતા અને ચીસો પાડતા જોવા મળે છે

ઉલ્લેખનીય છે કે, અંકિત કુમાર તેની પત્ની અને મિત્રો સાથે ગુરુગ્રામના સેક્ટર 90 સ્થિત લાફોરેસ્ટા કેફે(La Forestta Cafe)માં ડિનર કરવા ગયો હતો. અંકિત કુમારે કેફેની અંદરથી એક વીડિયો રેકોર્ડ કર્યો છે, જેમાં તેની પત્ની અને તેના તમામ મિત્રો પીડા અને અસ્વસ્થતાને કારણે રડતા અને ચીસો કરતા જોવા મળે છે. વીડિયોમાં, એક માણસ કેફેના ફ્લોર પર ઉલટી કરે છે જ્યારે એક મહિલા તેના મોંમાં બરફ નાખે છે અને વારંવાર કહે છે, “તે બળી રહ્યું છે.”

ડ્રાય આઈસ શું છે?

જ્યારે આ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે ત્યાં તેમની સારવાર કરનારા ડોક્ટરે જણાવ્યું કે, આ લોકોએ જે ખાધું હતું તે ખરેખર ડ્રાય આઈસ હતું. આ કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ છે. તેનો ઉપયોગ ઠંડક રાખવા માટે થાય છે. હવે તેનો ઉપયોગ મેડિકલથી લઈને ફૂડ ઈન્ડસ્ટ્રીમાં થઈ રહ્યો છે. તે સુખી બરફ જેવું જ હોય છે પરંતુ પાણીથી બનતું નથી. તે ખૂબ ઉપયોગી તો છે, પરંતુ તે ખૂબ જોખમી પણ છે.

તેની ખાસ વાત એ છે કે તે ખૂબ જ ઠંડી હોય છે. જો આપણે સામાન્ય ઘરેલું બરફ વિશે વાત કરીએ, તો તેનું તાપમાન માઈનસ 2-3 હોય છે, પરંતુ તેની(ડ્રાય આઈસ) સપાટીનું તાપમાન માઈનસ 80 ડિગ્રી સુધીનું હોય છે. તે સામાન્ય બરફની જેમ ભીનું નથી. તમે નોંધ્યું હશે કે સામાન્ય બરફ ઊંચા તાપમાને આવતાની સાથે જ તે પીગળવા લાગે છે અને પાણીમાં ફેરવાઈ જાય છે, પરંતુ ડ્રાય આઈસની બાબતમાં આવું નથી, જ્યારે તે ઊંચા તાપમાને આવે છે ત્યારે તે પીગળવાને બદલે ધુમાડાની જેમ ઉડવા લાગે છે.

આ પણ જુઓ: UP પોલીસ પેપર લીક કેસમાં ભરતી બોર્ડના અધ્યક્ષને પદ પરથી હટાવવામાં આવ્યાં

Back to top button