ગુજરાત: ક્રિકેટ ટીમના પૂર્વ કોચના ઘરેથી કરોડો રૂપિયા પકડાતા મોટા ખુલાસા થયા
- રિષી આરોઠેને હાજર થવા માટે એસ.ઓ.જી.એ નોટિસ ફટકારી
- રૂ.1.39 કરોડ બ્લેકના વ્હાઈટ કરવા અથવા તો સટ્ટાના હોવાની પોલીસને આશંકા
- આ પ્રકરણની તપાસમાં હવે પોલીસની સાથે ઈન્કમટેક્સ વિભાગ પણ જોડાયો
વડોદરામાં પૂર્વ કોચના ઘરેથી પકડાયેલા 1.39 કરોડ રૂપિયા મની લોન્ડરિંગના હોવાની શંકા છે. તેમજ રોકડ રકમ નાશિકથી જમા થઈ હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. હાઈ પ્રોફાઈલ કેસની તપાસમાં ઈન્કમટેક્સ વિભાગ જોડાયો છે તથા EDને પણ જાણ કરાઈ છે. તેમજ રિષી આરોઠેને હાજર થવા માટે એસ.ઓ.જી.એ નોટિસ ફટકારી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ટીબીની બીમારીને કારણે દરરોજ દર્દીનાં મોતનો આંકડો જાણી રહેશો દંગ
રૂ.1.39 કરોડ બ્લેકના વ્હાઈટ કરવા અથવા તો સટ્ટાના હોવાની પોલીસને આશંકા
વડોદરા શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં રહેતાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કૉચ તુષાર આરોઠેના નિવાસસ્થાનેથી એસ.ઓ.જી. દ્વારા કબજે કરવામાં આવેલા રોકડા રૂ.1.39 કરોડ બ્લેકના વ્હાઈટ કરવા માટેના અથવા તો સટ્ટાના હોવાની પોલીસને આશંકા છે. આ પ્રકરણની તપાસમાં હવે પોલીસની સાથે ઈન્કમટેક્સ વિભાગ પણ જોડાયો છે. આ સબંધમાં ઈ.ડી.ને પણ જાણ કરવામાં આવી છે. શહેરના અલકાપુરી, સેન્ટર પોઈન્ટ ખાતેની પી.એમ. આંગડિયા પેઢીમાંથી શનિવારે સાંજે 6 વાગે તુષાર આરોઠે દ્વારા સ્વીકારવામાં આવેલી રોકડ રકમ નાશિકથી જમા થઈ હોવાની વિગતો એસ.ઓ.જી.ની તપાસમાં ખુલી છે. તુષાર આરોઠે પૈસા લેવા આવ્યા હતા. તે વખતના સીસીટીવી ફુટેજ આંગડિયા પાસેથી પોલીસે મેળવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત: કોંગ્રેસની ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી પાવાગઢ મંદિરે દર્શન કરવા જશે
રિષી આરોઠેને હાજર થવા માટે એસ.ઓ.જી.એ નોટિસ ફટકારી
પ્રતાપગંજ, જે-1 એપાર્ટમેન્ટમાં રહેતાં પૂર્વ ક્રિકેટર તુષાર ભાલચંદ્ર આરોઠેના ઘરે રુપિયા ભરેલા થેલા પડયા છે તેવી શનિવારે મોડીરાતે એસ.ઓ.જી.ને માહિતી સાંપડી હતી. આ માહિતી બેંગલુરુથી મળી હતી. પોલીસ કમિશનરની સૂચનાથી મધરાતે તુષારના ઘરે રેડ કરતા રોકડા રૂ.1.39 કરોડ ભરેલો થેલો મળી આવ્યો હતો. આ રકમ બેંગલુરુ ખાતે રહેતા પુત્ર રિષીએ પી.એમ. આંગડિયામાં મોકલાવ્યા હોવાની કબૂલાત કરી હતી. રેલવે સ્ટેશન પાસેની હોટલમાં રોકાયેલા બીજા બે સાગરીત વિક્રાંત એકનાથ રાયપતવાર તેમજ અમીત છગનરાય જળીત (બન્ને રહે, કાતરજ,પૂણે મૂળ નાંદેડ)ની પણ અટકાયત કરીને તેમની પાસેથી રોકડા રૂ.38 લાખ રિકવર કર્યા હતા. જે ત્રણે જણાને પૂછપરછ કરીને છોડી મુકવામાં આવ્યા છે. રિષી આરોઠેને હાજર થવા માટે એસ.ઓ.જી.એ નોટિસ ફટકારી છે.