ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતમાં ટીબીની બીમારીને કારણે દરરોજ દર્દીનાં મોતનો આંકડો જાણી રહેશો દંગ

  • છેલ્લાં ત્રણ વર્ષમાં સરેરાશ રોજના 19થી 20 દર્દીઓનાં મોત થયા
  • ટીબીથી મોત મામલે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, મહેસાણા, ખેડા અને સુરત મોખરે
  • ટીબી પ્રિવેન્ટીવ થેરાપીનું રાજ્યવ્યાપી અમલીકરણ કરવામાં આવ્યું છે

ગુજરાતમાં ટીબીની બીમારીને કારણે દરરોજ 19થી20 જેટલા દર્દીનાં મોત થાય છે. જેમાં રાજ્યમાં ત્રણ વર્ષમાં 20,800થી વધુ દર્દીએ દમ તોડયો છે. સરકારી-ખાનગી હોસ્પિટલોમાં 3 વર્ષમાં 4.37 લાખ ટીબીના કેસ નોંધાયા છે. જેમાં ટીબીથી મોત મામલે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, મહેસાણા, ખેડા અને સુરત મોખરે છે.

આ પણ વાંચો: ગુજરાત: લર્નિગ લાઇસન્સ માટે લાંચ માગી અને ACBના સકંજામાં ભરાયા

છેલ્લાં ત્રણ વર્ષમાં સરેરાશ રોજના 19થી 20 દર્દીઓનાં મોત થયા

ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ટીબી (ક્ષય)ના 4,37,401 કેસ નોંધાયા છે જ્યારે આ અરસામાં 20,852 દર્દીઓનાં મોત થયા છે, ટીબીની બીમારીના કારણે છેલ્લાં ત્રણ વર્ષમાં સરેરાશ રોજના 19થી 20 દર્દીઓનાં મોત થયા છે. ટીબીથી મોત મામલે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, મહેસાણા, ખેડા અને સુરત મોખરે છે. ગુજરાતમાં વર્ષ 2022થી ટીબીના દર્દીના સંપર્કમાં રહેતાં વ્યક્તિઓને ટીબીથી લાગતો ચેપ અટકાવવા માટે ટીબી પ્રિવેન્ટીવ થેરાપીનું રાજ્યવ્યાપી અમલીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતના 13 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું નોંધાયું, જાણો કયારથી ગરમી થશે શરૂ

ગુજરાતમાં ટીબીના કારણે વર્ષ 2020-21ના અરસામાં 7,591 દર્દીઓનાં મોત

ગુજરાતમાં ટીબીના કારણે વર્ષ 2020-21ના અરસામાં 7,591 દર્દીઓનાં મોત થયા છે, એ પછી વર્ષ 2021-22માં 7,337 અને વર્ષ 2022-23માં 5924 લોકોએ દમ તોડયો છે. ઉપરોક્ત વર્ષના અનુક્રમે અમદાવાદ શહેરમાં 1207 લોકોનાં મોત થયા છે, એ પછીના વર્ષમાં 1017 અને એ પછી 828 લોકોનાં મોત થયા છે. સુરત શહેરમાં વર્ષ 2020-21માં 530, 2021-22માં 402 અને 2022-23માં 261 લોકોનાં મોત થયા છે. છેલ્લે વર્ષ 2022-23ની વાત કરીએ તો, બનાસકાંઠામાં 294, દાહોદમાં 316, ખેડામાં 347, પંચમહાલમાં 289 અને વડોદરા ગ્રામ્યમાં 240 દર્દીનાં ટીબીથી મોત નોંધાયા છે. આ સમય ગાળા દરમિયાન ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં 98 હજારથી વધુ અને ખાનગી હોસ્પિટલોમાં 47 હજારથી વધુ ટીબીનાં દર્દી નોંધાયા છે. આ અગાઉ એટલે કે વર્ષ 2020-21ના અરસામાં ગુજરાતભરની સરકારી હોસ્પિટલોમાં 87 હજાર અને ખાનગી હોસ્પિટલોમાં 48 હજાર જ્યારે વર્ષ 2021-22ના અરસામાં સરકારી હોસ્પિટલોમાં 1.03 લાખ અને ખાનગી હોસ્પિટલોમાં 51 હજારથી વધુ દર્દીઓ નોંધાયા હતા.

Back to top button