કુંભ રાશિમાં શનિ-મંગળ-શુક્ર એક સાથેઃ ત્રણ રાશિઓને થશે ખૂબ લાભ
- શનિની રાશિમાં ત્રણ મોટા ગ્રહ શનિ-મંગળ-શુક્ર એક સાથે આવવાથી કેટલીક રાશિઓની કિસ્મત પલટાઈ શકે છે. 7 માર્ચે શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મંગળની એન્ટ્રી પણ 15 માર્ચે થઈ જશે.
થોડા દિવસોમાં વૈભવના કારક ગ્રહ શુક્ર અને ગ્રહોના સેનાપતિ આગામી ચાલ ચાલશે. શનિની રાશિમાં બે ગ્રહોનું ગોચર થશે. 7 માર્ચે શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મંગળની એન્ટ્રી પણ 15 માર્ચે થઈ જશે. મંગળના પ્રવેશ કરવાની સાથે જ શનિ, મંગળ અને શુક્રની યુતિ બનશે. તો 30 માર્ચ સુધી રહેશે. શનિની રાશિમાં ત્રણ મોટા ગ્રહ શનિ-મંગળ-શુક્ર એક સાથે આવવાથી કેટલીક રાશિઓની કિસ્મત પલટાઈ શકે છે.
વૃષભ રાશિ
શનિ, મંગળ અને શુક્રની યુતિ વૃષભ રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમને ભાગ્ય સાથ આપશે. કોઈ નવા કામની શરૂઆત કરવી પણ શુભ રહેશે. સંતાન પક્ષ સાથે જોડાયેલા કોઈ ગુડ ન્યુઝ મળી શકે છે. પાર્ટનરની સાથે ચાલતી તકલીફો ધીમે ધીમે ખતમ થશે.
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે શનિ, શુક્ર અને મંગળની યુતિ અત્યંત લાભકારી સાબિત થશે. આ દરમિયાન બિઝનેસમાં ઈન્વેસ્ટ કરવું તમારા માટે સારું રહેશે. તમારે તમારી હેલ્થ પર ફોકસ કરવું જોઈએ. તમે પોઝિટીવ અને કોન્ફિડન્ટ રહી શકશો. દરેક મુશ્કેલ પરિસ્થિતિને સુઝ બુઝ સાથે સોલ્વ કરશો.
મકર રાશિ
મકર રાશિના લોકો માટે શનિ, શુક્ર અને મંગળની યુતિ શુભ સાબિત થઈ શકે છે. લાઈફમાં ચાલી રહેલા પ્રોબ્લેમ્સથી રાહત મળી શકે છે. મેરિડ લાઈફમાં રોમાન્સ જળવાઈ રહેશે. યાત્રાના યોગ બની રહ્યા છે. આ દરમિયાન તમારે આરોગ્યનું ધ્યાન રાખવું પડશે. કરિયરમાં નવી જવાબદારીઓ મળી શકે છે.
આ પણ વાંચોઃ મહાશિવરાત્રી 2024: બીલીપત્ર ચઢાવવાથી કેમ પ્રસન્ન થાય છે મહાદેવજી?