ટ્રેન્ડિંગવર્લ્ડ

દક્ષિણ કોરિયામાં એક સાથે 9 હજાર ડોક્ટરોના લાઇસન્સ સસ્પેન્ડ કરાયા, આવું છે કારણ

Text To Speech

દક્ષિણ કોરિયા, 4 માર્ચ : દક્ષિણ કોરિયા જ્યાં ઉત્તર કોરિયાની આક્રમક નીતિઓને કારણે પરેશાન છે, તો બીજી તરફ પોતાના જ દેશમાં ડોક્ટરોની સતત હડતાળથી પણ ચિંતિત છે. દક્ષિણ કોરિયામાં હજારો ડોકટરો ઘણા દિવસોથી હડતાળ પર છે. ડોકટરોની આ હડતાલને કારણે તબીબી કામગીરીને અસર થઈ રહી છે. તેને જોતા દક્ષિણ કોરિયાની સરકારે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. આ કડક પગલાને કારણે દક્ષિણ કોરિયાએ હડતાળ કરનારા ડોક્ટરોના લાઇસન્સ સસ્પેન્ડ(doctors were suspended) કરવાનું કડક પગલું ભર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દક્ષિણ કોરિયાની સરકારે સોમવારે હડતાળ પર બેઠેલા હજારો જુનિયર ડોક્ટરોના મેડિકલ લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે પગલાં લેવાનું શરૂ કર્યું છે. સરકાર દ્વારા તેમની હડતાળનો અંત લાવવાની નિર્ધારિત સમયમર્યાદા બાદ પણ આ ડોકટરો વિરોધ કરી રહ્યા છે, જેના કારણે હોસ્પિટલના કામકાજને ગંભીર અસર થઈ છે.

9 હજાર જુનિયર ડોકટરો બે અઠવાડિયાથી હડતાળ પર છે

લગભગ 9,000 તબીબી તાલીમાર્થીઓ અને નિવાસી ડોકટરો બે અઠવાડિયાથી તબીબી સંસ્થામાં પ્રવેશની સંખ્યામાં વધારો કરવાની માંગ સાથે હડતાલ પર છે. તેમની હડતાલથી લાખોની સંખ્યામાં દર્દીઓ હેરાન પરેશાન થઇ રહ્યાં છે. ડેપ્યુટી હેલ્થ મિનિસ્ટર પાર્ક મીન-સૂએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે હડતાળ કરનારા ડૉક્ટરોની ગેરહાજરીને ઔપચારિક રીતે ચકાસવા માટે અધિકારીઓને સોમવારે ઘણી હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા હતા.

લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ

ડોકટરના લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવાના પગલાં લેવામાં આવ્યા છે. પાર્કે જણાવ્યું હતું કે સત્તાવાળાઓ હડતાળ કરનારા ચિકિત્સકોને તેમના લાઇસન્સના સંભવિત સસ્પેન્શન વિશે જાણ કરશે અને તેમને જવાબ આપવાની તક આપશે. પાર્કે ફરી એકવાર ડોકટરોને તેમની હડતાળ સમાપ્ત કરવાની અપીલ કરી. અગાઉ, દક્ષિણ કોરિયાની સરકારે હડતાળ પર રહેલા ડૉક્ટરોને 29 ફેબ્રુઆરી સુધીમાં કામ પર પાછા ફરવાનો આદેશ આપ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિકસિત દેશોમાં દક્ષિણ કોરિયામાંસામાન્ય જનતાના પ્રમાણમાં ડોકટરોની સંખ્યા ઓછી છે.

Back to top button