અમદાવાદગુજરાત

અમદાવાદમાં પાલડીથી લો ગાર્ડન તરફ ટ્રાફિકની મુશ્કેલી દૂર થશે, CMએ અંડરપાસ ખુલ્લો મુક્યો

અમદાવાદ, 4 માર્ચ 2024, શહેરના પશ્ચિમ ઝોનના પાલડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિર પાસે 40 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો અંડર પાસ અમદાવાદની જનતા માટે CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો હતો. અમદાવાદમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાનો સામનો કરવા માટે લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદીઓને CM દ્વારા વધુ એક ભેટ આપવામાં આવી. અમદાવાદ મેટ્રો રેલ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આ અંડરપાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનના પાલડી વોર્ડમાં જલારામ મંદિર પાસે અંડર પાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. ધીરુભાઈ સ્વરૂપચંદ શાહનાં નામે બ્રિજનું નામકરણ કરાયું હતું.

જલારામ મંદિરથી લો ગાર્ડન તરફ ટ્રાફિકની મુશ્કેલી દૂર થશે
ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ અંડર પાસનું નિર્માણ કાર્ય આશરે છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યું હતું. ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ અંડર પાસ પાલડીમાં થતી ટ્રાફિકની સમસ્યાને હલ કરવામાં આંશિક રીતે મદદ કરશે. ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ બ્રિજને તમામ આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવ્યો છે. અમદાવાદીઓને આકર્ષે તેવા રંગ તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. નવા અન્ડરપાસનું લોકાર્પણ થવાને પરિણામે ટ્રાફિકની સમસ્યા હળવી થશે. તેમજ નવરંગપુરા, લો ગાર્ડનથી પાલડી, ગીતામંદિર તરફ જવામાં વધુ સરળતા રહેશે. જલારામ મંદિરથી લો ગાર્ડન તરફ ટ્રાફિકની મુશ્કેલી દૂર થશે.

AMCના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ- ખાતમૂહૂર્ત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે AMCના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યુ છે. જેમાં રૂ. 116 કરોડના ખર્ચે ખોખરામાં બનાવેલ 284 આવાસ અને 4 દુકાન, સુખરામનગરમાં મ્યુનિ. ક્વાર્ટર્સમાં 96 આવાસ અને 16 દુકાનો તેમજ શિવમ આવાસ યોજનામાં 1,344 આવાસના ડ્રો કરવામાં આવ્યુ છે. રૂ. 12 કરોડના ખર્ચે રામોલ, ખાડિયા, નારણપુરા, નવાવાડજમાં તૈયાર કરાયેલ આંગણવાડી, ચાંદખેડા, નિર્ણયનગર. ચેનપુર અને ધેલજીપુરા નવી પ્રાથમિક શાળાઓ, રૂ. 256 કરોડના ખર્ચે જુદા જુદા ઝોનમાં રસ્તાઓ રીગ્રેડ અને રીસરફેસ કરવા, રૂ. 32 કરોડનાના ખર્ચે જુના એલિસબ્રિજના સ્ટ્રક્ચરના રીસ્ટોરેશન, મધ્ય ઝોનમાં રૂ. 65 કરોડનખર્ચે વોટર ડિસ્ટ્રીબ્યૂશન સ્ટેશન ખાતે ઓવરહેડ ટાંકી અને સરદારનગરમાં નવું વોટર ડિસ્ટ્રીબ્યૂશન સ્ટેશન બનાવવાના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાયું છે. રૂ. 119 કરોડના ખર્ચે ગુલબાઈ ટેકરામાં ઝૂંપડપટ્ટીના સ્થાને 854 આવાસ બનાવવા, પાલડીમાં ત્રિકમલાલની ચાલીમાં 168 આવાસ અને 21 દુકાન, રૂ. 3 કરોડના ખર્ચે નિકોલ, કોતરપુરમાં નવા વેજિટેબલ માર્કેટ, રૂ. 26 કરોડના ખર્ચે ગ્યાસપુર, પીપળજ- ગોપાલપુર, સૈજપુરમાં નવી ડ્રેનેજ લાઈન, એ રૂ. 11 કરોડના ખર્ચે ઓઢવ, ચાંદલોડિયા, અને ગોતામાં નવા અર્બન હેલ્થસેન્ટરનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃઅમદાવાદમાં 200 વર્ષ જુના પ્લાન્ટ બોન્સાઇ વૃક્ષ પ્રદર્શનમાં જોવા મળશે

Back to top button