કેટરિના કૈફ બર્થ ડે : શરૂઆતની સ્ટ્રગલથી લઈ સલમાન સાથેના રિલેશન અને વિક્કી કૌશલ સાથેના લગ્ન રહ્યા ચર્ચામાં
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઝડપથી નામના મેળવી છે. આજે કેટરિના 39 વર્ષની થઈ રહી છે અને પોતાનો બર્થડે પતિ વિક્કી કૌશલ સાથે મનાવવા માટે માલદિવ્સ પહોંચી છે. આજે જાણીએ Katrina Kaif ના બર્થ ડે પર તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો….
View this post on Instagram
કેટરિના કૈફનો જન્મ 16 જુલાઈ 1983ના રોજ હોંગકોંગમાં થયો હતો. કેટરિનાનું પૂરું નામ કેટરિના ટર્કોટ છે. આ તેના નિક નેમ છે – કેટ, કેટી, કેટ્ઝ અને સામ્બો. તેના ઘણા મિત્રો તેને તેના નિક નેમથી જ બોલાવે છે. તે બ્રિટિશ નાગરિક છે અને તેની પાસે ભારતીય રોજગાર વિઝા છે. અભિનેત્રીની ફિલ્મો માત્ર બોક્સ ઓફિસ પર જ નહીં, પરંતુ દર્શકોના દિલ પર પણ રાજ કરે છે. આજે તેની ફેન ફોલોઈંગ આખી દુનિયામાં છે. હાલમાં કેટરિના ભારતની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. ફિલ્મો સિવાય તે ઘણી મોટી કંપનીઓની એડ ફિલ્મોમાં પણ કરે છે.
View this post on Instagram
કેટરિના કૈફેનું પરિવાર અને તેનું શિક્ષણ
તેના પિતાનું નામ મોહમ્મદ કૈફ અને માતાનું નામ સુઝાન છે. તેને ત્રણ મોટી બહેનો, ત્રણ નાની બહેનો અને એક મોટો ભાઈ છે. તેના પરિવારની હાલત એવી હતી કે તેને એક શહેરથી બીજા શહેરમાં જવું પડતું હતું. કેટરિના કૈફના અભ્યાસની વાત કરીએ તો તેની શરૂઆત ‘હોમ સ્કૂલિંગ’થી થઈ હતી. ઘરે તેને તેની માતા અને અન્ય શિક્ષકો દ્વારા શીખવવામાં આવ્યું હતું. આ પછી તેણે ‘કોરસ્પોન્ડન્સ કોર્સ’ દ્વારા પોતાનું શિક્ષણ લીધું.
કેટરીનાની માતા સુઝાના તરીકે પણ ઓળખાય છે. તેની માતા બ્રિટનમાં વકીલ અને સામાજિક કાર્યકર છે, તે ‘રિલીફ પ્રોજેક્ટ્સ ઈન્ડિયા’ નામનું ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે, જે મહિલાઓ અને છોકરીઓ માટે કામ કરે છે. બાળપણમાં કેટરીનાના માતા-પિતા મુહમ્મદ કૈફ વચ્ચે છૂટાછેડા થઈ ગયા હતા. કેટરીનાએ જણાવ્યું કે તેની માતા તેના તમામ ભાઈ-બહેનોના શિક્ષણ અને ઉછેરની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવી રહી છે. તેમના ઉછેરમાં તેમના પિતાએ તેમને મદદ કરી ન હતી.
View this post on Instagram
કેટરિના કૈફની કારકિર્દી
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફે ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. કેટરીનાની કારકિર્દીની શરૂઆત 14 વર્ષની ઉંમરે મોડલિંગથી થઈ હતી. મોડલિંગ કરતી વખતે તેણે ફિલ્મ ‘બૂમ’ (2003) માં કાસ્ટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેને ઘણી બ્રાન્ડ્સ એન્ડોર્સ કરવા માટે પણ મળી. ફિલ્મ ‘બૂમ’ ના ચાલી પછી તેણે તેલુગુ ફિલ્મ ‘મલ્લીસ્વરી’માં કામ કર્યું. આ પછી તે ફિલ્મ ‘સરકાર’માં પણ જોવા મળી પરંતુ મુખ્યત્વે તેને ફિલ્મ ‘મૈંને પ્યાર ક્યૂં કિયા’ (2005) થી મોટો બ્રેક મળ્યો જેમાં તેનો હીરો સલમાન ખાન હતો.
આ ફિલ્મ પછી તે બોલિવૂડની પ્રખ્યાત હિરોઈનોમાંની એક બની ગઈ. તે પછી વર્ષ 206માં અક્ષય કુમાર સાથે કેટરીનાની ફિલ્મ હમકો દિવાના કર ગયે હિટ રહી હતી અને બિપાસાની સાથે સાથે કેટરીનાના અભિનયના પણ વખાણ થયા હતા. આ પછી કેટરીનાએ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં નમસ્તે લંડન, પાર્ટનર, વેલકમ, રેસ, અજબ પ્રેમ કી ગઝબ કહાની, બોડીગાર્ડ, દે દના દન એક થા ટાઈગર વગેરે મુખ્ય છે. તેણે પોતાની કારકિર્દીમાં અક્ષયકુમાર સાથે સૌથી વધારે ફિલ્મો કરી છે.
View this post on Instagram
કેટરિના કૈફની લવ લાઈફ
તેનું નામ સલમાન ખાન, અક્ષય કુમાર, રણબીર કપૂર અને સિદ્ધાર્થ મન્હોત્રા સાથે જોડાયુ હતુ. આ બધા સાથે તેના સમયે સમયે અફેર રહ્યા હતા. અંતે તેના જીવનમાં વિક્કીની એન્ટ્રી થઈ. કેટરિના કૈફે 9 ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનના ફોર્ટ બરવાડા ખાતે વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન એકદમ રોયલ અને ભવ્ય હતા.