Rapidoનો વ્યક્તિએ એવો ઉપયોગ કર્યો કે ક્યારેય વિચાર્યું પણ ના હોય, જુઓ વીડિયો
- સોશિયલ મીડિયા પર લોકોને આશ્ચર્યમાં મૂકી ડે તેવો વીડિયો થઈ રહ્યો છે વાયરલ
HD ન્યૂઝ ડેસ્ક, 4 માર્ચ: સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વીડિયો અને તસવીરો વાયરલ થાય છે. કેટલીક વાયરલ પોસ્ટ જોયા બાદ લોકો હસવા લાગે છે અને કેટલાક વીડિયોમાં લોકોની પ્રતિભા બહાર આવે છે. આ કન્ટેન્ટ સિવાય પણ કેટલાક એવા વીડિયો છે જેને જોયા પછી દર્શકો આશ્ચર્યમાં પડી જાય છે અને માથું પકડી લે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા પછી તમે ચોક્કસ દંગ રહી જશો. પોતાની બાઇક બંધ થયા પછી વ્યક્તિએ રેપિડો(Rapido)નો એવી રીતે ઉપયોગ કર્યો જેની કોઈએ કલ્પના પણ કરી ન હોય.
View this post on Instagram
વીડિયોમાં શું જોવા મળ્યું?
રેપિડો ડ્રાઈવર દ્વારા રેકોર્ડ કરવામાં આવેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં, એક વ્યક્તિએ બાઇક બુક કરી હતી અને જ્યારે રેપિડો ડ્રાઈવર તેના ગંતવ્યસ્થાન પર પહોંચ્યો ત્યારે તે પણ આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે બુકિંગ કરનાર વ્યક્તિની પાસે પહેલેથી જ એક બાઇક હતી. તેની પાસે પહોંચતા જ વ્યક્તિએ કહ્યું કે, “તેની બાઇક સ્ટાર્ટ ન થવાને કારણે તેને રીપેર કરવી પડે તેમ છે. આ પછી, રેપિડો ડ્રાઈવર આ વ્યક્તિની બાઇકને ગેરેજ સુધી લઈ ગયો અને તેને ત્યાં મૂકી ગયો. આ પછી વ્યક્તિએ તેને થોડા પૈસા આપ્યા જે રેપિડો ડ્રાઈવરે લેવાની ના પાડી હતી પરંતુ ખૂબ આગ્રહ કર્યા બાદ તેણે પૈસા લઈ લીધા.
લોકોએ અવનવી કમેન્ટ કરી
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર gojo_rider નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યારસુધીમાં આ વીડિયોને 2 લાખ 14 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયો જોયા બાદમ એક યુઝરે લખ્યું કે, “આ એક અદ્ભુત માણસ છે.” તો અન્ય એક યુઝરે લખ્યું કે, “Rapidoનો ઉપયોગ આ રીતે પણ કરી શકાય છે, આજે ખબર પડી.” જ્યારે ત્રીજા યુઝરે લખ્યું કે, “આધુનિક સમસ્યાને આધુનિક ઉકેલની જરૂર પડે છે.” તો કેટલાક યુઝર્સે રેપિડો ડ્રાઈવરના વખાણ પણ કર્યા.
આ પણ જુઓ: ULLU એપના વીડિયોની બાળકો ઉપર નકારાત્મક અસર થતી હોવાનો આરોપ