ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

અમેરિકામાં ગુનેગારોના નિશાન પર ભારતીય, બંગાળના ડાન્સરની ગોળી મારીને હત્યા

  • અમેરિકામાં ભારતીયોની હત્યાના કિસ્સાઓમાં સતત થઈ રહ્યો છે વધારો

નવી દિલ્હી, 3 માર્ચ: અમેરિકામાં ભારતીયોની હત્યાનો સિલસિલો યથાવત રહ્યો છે. બંગાળના રહેવાસી ભરતનાટ્યમ અને કુચીપુડી ડાન્સર અમરનાથ ઘોષની મંગળવારે સાંજે મિસૌરીના સેન્ટ લુઈસમાં અપરાધીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઘોષના કાકાનું કહેવું છે કે, ચાર દિવસ બાદ પણ તેમને તેમના ભત્રીજાની હત્યા સંબંધિત સંપૂર્ણ માહિતી મળી નથી. ઉલ્લેખનીય છે કે, ઘોષ ગયા વર્ષે પોતાનું સપનું પૂરું કરવા અમેરિકા ગયા હતા. સેન્ટ લુઇસ એકેડેમીની બહાર તેમના પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. જેનાથી તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

 

મૃતકના કાકાએ મુશ્કેલ સમયમાં પોતાની વ્યથા કહી ? 

અમરનાથના કાકા શ્યામલ ઘોષે કહ્યું કે, “અલગ-અલગ જગ્યાએથી માહિતી મળ્યા બાદ અમે જિલ્લા પોલીસ અને પ્રશાસનને જાણ કરી હતી. હજુ સુધી તેની હત્યા અંગે કોઈ વિગતો આપવામાં આવી નથી.” ઉલ્લેખનીય છે કે, અમરનાથ ઘોષ સૂરી શહેરના સુભાષ પલ્લીમાં એકલા રહેતા હતા. તેના માતા-પિતાનું અવસાન થઈ ચૂક્યું છે. તે તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. અહીંના સ્થાનિક કાઉન્સિલરનું કહેવું છે કે, તેમને પણ અમરનાથની હત્યા અંગે કોઈ માહિતી મળી નથી.

ટીવી સીરિયલની અભિનેત્રી દેવોલિના ભટ્ટાચારીએ દુ:ખ વ્યક્ત કર્યું

ટીવી સીરિયલ ‘સાથ નિભાના સાથિયા’માં કામ કરી ચૂકેલી મૃતકની મિત્ર દેવોલિના ભટ્ટાચારીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ અંગેની માહિતી આપી હતી. તેણે લખ્યું હતું કે, “અમને ખૂબ જ દુઃખદ માહિતી મળી છે. માત્ર બે મહિનામાં જ અમેરિકામાં પાંચ-છ ભારતીયોની હત્યા કરવામાં આવી છે. અમે બધા ખૂબ જ દુઃખી છીએ.” અમરનાથની હત્યા અંગેની માહિતી સૌપ્રથમ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. દેવલિનાએ જણાવ્યું હતું કે, “અમરનાથ સાંજે ફરવા નીકળ્યા હતા. ત્યારબાદ અજાણ્યા હુમલાખોરોએ તેના ગોળીબાર કર્યો હતો.”

 

શિકાગોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે કહ્યું કે, “આ મામલાને અમેરિકી એજન્સીઓ અને પ્રશાસન સાથે ગંભીરતાથી લેવામાં આવ્યો છે. આ અંગે એમ્બેસી દ્વારા શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે.” અમરનાથના પરિજનોએ વિદેશ મંત્રાલયને મદદ માટે વિનંતી કરી હતી.

 

આ પણ જુઓ: જમ્મુમાં ભૂસ્ખલન થતાં ઘર ધરાશાયી થયું, માતા સહિત 3 માસૂમોએ ગુમાવ્યા જીવ

Back to top button