ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓમાં વધારો, મહાઠગ સુકેશ પાસેથી ખંડણીના કેસમાં થશે CBI તપાસ

  • આમ આદમી પાર્ટીને 50 કરોડ રૂપિયાથી વધુનું યોગદાન આપ્યું હોવાનો મહાઠગ સુકેશનો દાવો

નવી દિલ્હી, 3 માર્ચ: દેશની રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટી પર આભ ફાટી નીકળ્યું હોય તેમ લાગે તેવું લાગે છે પહેલા અરવિંદ કેજરીવાલને ED દ્વારા આઠ સમન્સ પાઠવવામા આવી ચૂક્યા છે અને હવે મની લોન્ડરિંગ કેસમાં ઘણા મહિનાઓ જેલમાં વિતાવી ચૂકેલી અને હાલ જામીન પર રહેલા AAPના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓમાં વધારો થયો છે. મહાઠગ ચંદ્રશેખરે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર લખ્યો છે. લેફ્ટનન્ટ ગવર્નરને લખેલા આ પત્રમાં ચંદ્રશેખરે દાવો કર્યો છે કે તેણે સત્યેન્દ્ર જૈનને પ્રોટેક્શન મની તરીકે 10 કરોડ રૂપિયા આપ્યા હતા. આ સિવાય તેણે આમ આદમી પાર્ટીને 50 કરોડ રૂપિયાથી વધુનું યોગદાન પણ આપ્યું હતું. જેને પગલે આ કેસમાં LG સક્સેનાએ CBI તપાસને મંજૂરી આપી છે.

 

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતાઓની મુસીબતો ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. એક પછી એક નવા કેસ ખુલી રહ્યા છે અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે. મનીષ સિસોદિયા અને સંજય સિંહ દિલ્હી દારૂ કૌભાંડમાં જેલમાં છે. અરવિંદ કેજરીવાલને અનેક સમન્સ મોકલવામાં આવ્યા છે. આ સાથે પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન પણ મની લોન્ડરિંગ કેસમાં ઘણા મહિનાઓ જેલમાં વિતાવી ચુક્યા છે. જોકે, હાલ તે સ્વાસ્થ્યના કારણોસર જામીન પર છે.

સુકેશ પાસેથી કરોડો રૂપિયા પડાવવાનો મામલો

હવે અન્ય કેસમાં સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધી શકે છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ જેલમાં બંધ છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખર પાસેથી કથિત રીતે રૂ. 10 કરોડની ઉચાપત કરવાના કેસમાં દિલ્હીના પૂર્વ મંત્રી અને AAP નેતા સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ CBI તપાસને મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે નવેમ્બરમાં સુકેશ ચંદ્રશેખરે LGને ફરિયાદ આપી હતી, જેમાં સત્યેન્દ્ર જૈન પર છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તે સમયે સત્યેન્દ્ર જૈન તિહાર જેલ નંબર 70માં હતા.

મેં 50 કરોડ રૂપિયા દાનમાં આપ્યા: સુકેશ

સત્યેન્દ્ર જૈન પર ડીજી જેલ અને જેલ પ્રશાસન દ્વારા ચંદ્રશેખરને દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ધમકાવવાનો આરોપ છે. લેફ્ટનન્ટ ગવર્નરને લખેલા પત્રમાં ચંદ્રશેખરે દાવો કર્યો છે કે, તેણે જૈનને પ્રોટેક્શન મની તરીકે 10 કરોડ રૂપિયા આપ્યા હતા. આ સિવાય તેમણે આમ આદમી પાર્ટી (AAP)ને 50 કરોડ રૂપિયાથી વધુનું યોગદાન આપ્યું હતું. તેમને(AAP) દક્ષિણ ભારતમાં મહત્વપૂર્ણ પદ આપવાનું વચન આપવામાં આવ્યું હતું.

કેસમાં CBI તપાસને મળી મંજૂરી

અધિકારીઓના જણાવ્યા અનુસાર, દિલ્હીના પૂર્વ મંત્રી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ (POC) એક્ટની કલમ 17A હેઠળ CBI તપાસને મંજૂરી આપવામાં આવી છે. નોંધનીય છે કે, સત્યેન્દ્ર જૈનની મે-2022માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સક્સેનાએ સીબીઆઈ તપાસ માટે મંજૂરી આપતાં જ આ કેસને જરૂરી કાર્યવાહી માટે ગૃહ મંત્રાલયને મોકલી આપ્યો છે.

આ પણ જુઓ: રાષ્ટ્રીય લોકદળ (RLD) સત્તાવાર રીતે NDA માં જોડાયું, નડ્ડાએ કર્યું સ્વાગત

Back to top button