ચૂંટણી 2024ટોપ ન્યૂઝનેશનલ

ભાજપે પદ્મ ભૂષણ એવોર્ડ વિજેતા દેવેન્દ્ર ઝાઝરીયાને ચુરૂથી બનાવ્યા ઉમેદવાર

Text To Speech

નવી દિલ્હી, 2 માર્ચ : પદ્મ ભૂષણથી સન્માનિત ભાલા ફેંકનાર દેવેન્દ્ર ઝાઝરિયાએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ તેમને રાજસ્થાનના ચુરુથી ટિકિટ આપી છે. પાર્ટીએ શનિવારે આની જાહેરાત કરી હતી. ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા સન્માનિત ઝઝરિયાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

ઝાઝરિયાએ PCI ના પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યું હતું

મહત્વનું છે કે, 28 ફેબ્રુઆરીએ બે વખતના પેરાલિમ્પિક સુવર્ણ વિજેતા દેવેન્દ્ર ઝાઝરિયાએ બુધવારે 9 માર્ચે યોજાનારી ચૂંટણીમાં પેરાલિમ્પિક કમિટી ઓફ ઈન્ડિયા (PCI) ના પ્રમુખ પદ માટે નામાંકન પત્ર ભર્યું હતું. તેમના સિવાય આ પદ માટે કોઈએ અરજી કરી નથી. આવી સ્થિતિમાં ઝાઝરિયાની ચૂંટણી બિનહરીફ થવાની નિશ્ચિત છે. હાલમાં દીપા મલિક તેના અધ્યક્ષ છે.

પદ્મ ભૂષણ એવોર્ડ મેળવનાર પ્રથમ પેરા એથલીટ

ઉલ્લેખનીય છે કે, પદ્મ ભૂષણ એવોર્ડ મેળવનાર દેવેન્દ્ર દેશના પ્રથમ પેરા એથ્લેટ છે. ઝાઝરિયાએ ત્રણ ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ જીત્યા છે. તેમના શાનદાર પ્રદર્શનને કારણે જ તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. ઝાઝરિયા રાજસ્થાનનો પહેલો ખેલાડી છે જેને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તેણે ગયા વર્ષે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ પહેલા દેવેન્દ્રએ એથેન્સ 2004 અને રિયો 2016માં પેરા ઓલિમ્પિક ગેમ્સમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

અનેક એવોર્ડથી સન્માનિત છે ઝાઝરીયા

દેવેન્દ્રને ભારત સરકાર દ્વારા રમતગમતની સિદ્ધિઓ માટે રમત જગતનો સર્વોચ્ચ ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ પહેલા તેમને પદ્મશ્રી એવોર્ડ, સ્પેશિયલ સ્પોર્ટ્સ એવોર્ડ (2004), અર્જુન એવોર્ડ (2005), રાજસ્થાન ખેલ રત્ન, મહારાણા પ્રતાપ એવોર્ડ (2005), મેવાડ ફાઉન્ડેશનનો પ્રતિષ્ઠિત અરવલી સન્માન (2009) સહિતના ઘણા એવોર્ડ મળ્યા છે. તેઓ રમતગમતને લગતી વિવિધ સમિતિઓના સભ્ય રહી ચૂક્યા છે.

Back to top button