300 વર્ષ બાદ મહાશિવરાત્રી પર દુર્લભ સંયોગ, આ પાંચ રાશિઓ પર શિવજી મહેરબાન
- આ વર્ષે મહાશિવરાત્રી પર દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, શિવ યોગ, સિદ્ધિ યોગ આવશે. આ ઉપરાંત કુંભ રાશિમાં સૂર્ય, શનિ, બુધનો યુતિ સંબંધ તો રહેશે, જે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.
અમદાવાદ, 2 માર્ચઃ હિંદુ ધર્મમાં દર વર્ષે મહા વદ તેરસના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવના માતા પાર્વતી સાથે લગ્ન થયા હતા. આ વર્ષે 8 માર્ચ 2024ના રોજ ખૂબ જ શુભ સંયોગમાં મહાશિવરાત્રી ઉજવાશે. આ વર્ષે મહાશિવરાત્રી પર દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, શિવ યોગ, સિદ્ધિ યોગ આવશે. આ ઉપરાંત કુંભ રાશિમાં સૂર્ય, શનિ, બુધનો યુતિ સંબંધ તો રહેશે, જે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. 8 માર્ચના રોજ કુંભ રાશિમાં સૂર્ય, શનિ અને શુક્ર સાથે મળીને ત્રિગ્રહી યોગ બનાવશે. મહાશિવરાત્રીના એક દિવસ પહેલા ગ્રહોના રાજકુમાર બુધ મીન રાશિમાં ગોચર કરશે અને મંગળ ગ્રહ મકર રાશિમાં વિરાજમાન રહેશે. આવો અદ્ભૂત સંયોગ લગભગ 300 વર્ષ બાદ બની રહ્યો છે. મહાશિવરાત્રીનો દિવસ કેટલીક રાશિઓ માટે શુભ સાબિત થશે.
મેષ રાશિ
લાંબા સમયથી રોકાયેલા કામ સફળ થશે. નોકરી-બિઝનેસમાં સફળતા મળશે. ધનની તંગીથી છુટકારો મળશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે.
વૃષભ રાશિ
કામમાં મનચાહી સફળતા મળશે. સામાજિક પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે. આર્થિક સ્થિતિ સુધરશે.
તુલા રાશિ
ઘન આગમનના નવા માર્ગ ખૂલશે. નોકરી-બિઝનેસમાં આગળ વધી શકશો. આત્મવિશ્વાસ વધશે અને પારિવારિક જીવન ખુશ રહેશે.
મકર રાશિ
પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. નોકરીની તલાશ પૂરી થશે. ઓફિસમાં પ્રમોશનના ચાન્સ છે. આર્થિક સ્થિતિ મજબૂત રહી શકશે. નોકરી શોધતા લોકોની શોધ પૂર થશે.
કુંભ રાશિ
જુના રોકાણમાંથી સારું રિટર્ન મળશે. ભૂમિ-વાહનની ખરીદી શક્ય બનશે. ઘર-પરિવારમાં સુખ-શાંતિ રહેશે. વેપારીઓની સ્થિતિ સુદ્રઢ બનશે.
આ પણ વાંચોઃ મહાશિવરાત્રિ ક્યારે? જાણો મુહૂર્ત અને ભગવાન શિવ સાથે જોડાયેલા રહસ્યો