ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

ગૂગલ ઍપને ઝૂકવું પડ્યું, સરકારની દરમિયાનગીરી પછી તમામ ભારતીય ઍપ રિસ્ટોર કરી

Text To Speech

નવી દિલ્હી, 02 માર્ચ: ભારત સરકારે દાખવેલા આકરા વલણ બાદ Google ઍપે તમામ ભારતીય એપ્સ રિસ્ટોર કરી છે. અગાઉ ગૂગલે પ્લે સ્ટોર પરથી 10 ભારતીય એપ્સને હટાવી દીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આઈટી મંત્રાલય અને ગૂગલના પ્રતિનિધિઓ આગામી 04 માર્ચે આ મુદ્દે બેઠક કરશે. બિલ પેમેન્ટ વિવાદનો ઉકેલ લાવીને સંબંધિત કાર્યવાહી કરશે. જો કે, ગૂગલ એપ સ્ટોર પરથી ભારતીય એપ્લિકેશન હટાવી દેતા સરકારે કડક વલણ અપનાવ્યું હતું. ત્યારબાદ તરત જ ગૂગલે એપ્સને ફરી રિસ્ટોર કરવાનો નિર્ણય લીધો છે.


અશ્વિની વૈષ્ણવે અગાઉ જણાવ્યું હતું કે, ગૂગલને કોઈપણ રીતે એપને હટાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સરકારે બિલ પેમેન્ટ વિવાદને ઉકેલવા માટે આગામી સપ્તાહે એક બેઠક પણ બોલાવી છે.આ મામલે IT કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ગૂગલના પ્રતિનિધિઓ સાથે આ અંગે વાતચીત કરીશું. અમારી સ્ટાર્ટઅપ સિસ્ટમ વાઇબ્રન્ટ છે, અમે તેને સુરક્ષિત કરવા માટે દરેક શક્ય પગલાં લઈશું. તો આ બેઠકમાં ગૂગલ, ગૂગલ પ્લે સ્ટોર અને એપ ડેવલપર્સ સાથે સરકારના લોકો પણ ભાગ લેશે.

મહત્ત્વનું છે કે, ગૂગલે ઘણી ભારતીય એપ સામે મોટી કાર્યવાહી કરી હતી. કંપનીએ ગૂગલ પ્લે સ્ટોર પરથી લગભગ 10 એપ્સ હટાવી દીધી છે. ગૂગલ દ્વારા બિલ પેમેન્ટ વિવાદને લઈને આ કાર્યવાહી કરાઈ છે. જો કે, ગૂગલનું કહેવું છે કે, આ કાર્યવાહી એપ ડેવલપર્સ વિરુદ્ધ કરાઈ છે જેઓ બિલિંગ પોલિસીનું પાલન નથી કરી રહ્યા હતા. એપ્સને લઈને ગૂગલ દ્વારા લેવામાં આવેલા આ પગલા બાદ હવે ભારત સરકાર પણ કડક થઈ ગઈ છે.ગૂગલ દ્વારા જે એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે તેમાં Shaadi.com, Bharat Matrimony, Matrimony.com, Naukri.com, Kuku FM,99acres, Stage, QuackQuack, Alt Balaji’s (Altt) જેવી એપ્સનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Googleની સર્જિકલ સ્ટ્રાઈક! Shaadi-Naukri.com સહિતની એપ્સ પ્લે સ્ટોર પરથી હટાવી

Back to top button