ટ્રેન્ડિંગવર્લ્ડહેલ્થ

અરે બાપ રે! ભૂલથી નસબંધી કરી નાખી: હોસ્પિટલે દર્દીનું જીવન બરબાદ કરી નાખ્યું

  • આર્જેન્ટિનાના વ્યક્તિ સાથે હોસ્પિટલમાં એક ભૂલના નામે એવું કંઈક બન્યું કે જેનાથી તેની આખી દુનિયા પલટાઈ ગઈ

નવી દિલ્હી, 2 માર્ચ: આજના સમયમાં દેશ અને દુનિયામાંથી અજીબો-ગરીબ ઘટનાઓ બને છે. લોકો પોતાના સ્વાસ્થ્યને સુધારવા માટે મેડિકલ સેવાનો સહારો લે છે અને સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ કે કોઈ ખામીઓ દૂર કરે છે. ત્યારે આર્જેન્ટિનામાં એક વિચિત્ર ઘટના બની છે. આર્જેન્ટિનાનો એક વ્યક્તિ તેના પિત્તાશયની સર્જરી કરાવવા માટે હોસ્પિટલ ગયો હતો. પણ તેને ખ્યાલ નહોતો કે તેની સાથે જે થવાનું છે તે તેનું જીવન બદલી નાખશે. સર્જરી બાદ તે બહાર આવતા જ તેની દુનિયા બદલાઈ ગઈ. તેને લાગ્યું કે તે બરબાદ થઈ ગયો છે. હોસ્પિટલમાં એક ભૂલના નામે તેની સાથે એવું કંઈક બન્યું કે જેનાથી તેની આખી દુનિયા એકી સાથે પલટાઈ ગઈ. હોસ્પિટલ દ્વારા વ્યક્તિના પિત્તાશયની સર્જરી કરવાને બદલે ભૂલથી નસબંધી કરી નાખવામાં આવી.

નાની ભૂલને કારણે થઈ મોટી ગડબડ

આ અઠવાડિયાની શરૂઆતમાં, 41 વર્ષીય જ્યોર્જ બેસટો પિત્તાશયની સર્જરી કરાવવા માટે આર્જેન્ટિનાના કોર્ડોબામાં ફ્લોરેન્સિયો ડિયાઝ પ્રાંતીય હોસ્પિટલમાં ગયા હતા. ઓપરેશન 28 ફેબ્રુઆરી મંગળવારના રોજ થવાનું હતું, પરંતુ જ્યોર્જનું ઓપરેશન બુધવાર સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. દેખીતી રીતે આ નાની વાત છે પણ આને લીધે જ આખી ગરબડ થઈ હતી.

વિચાર્યા વગર તેને સ્ટ્રેચર પર સુવડાવી દીધો અને પછી…હાલ બેહાલ 

સર્જરીના દિવસે, હોસ્પિટલનો સ્ટાફ દર્દીના રૂમમાં આવ્યો અને જ્યોર્જ બેસટોને સ્ટ્રેચર પર સુવડાવી દીધો  અને તેને કંઈપણ પૂછ્યા વિના અથવા તેનો ચાર્ટ તપાસ્યા વિના, તેઓ તેને ઑપરેટિંગ રૂમમાં લઈ ગયા. ડોક્ટરોએ પણ તેનો ચાર્ટ ચેક કર્યો ન હતો. ડોકટરોને ખબર પણ ન હતી કે જ્યોર્જના ઓપરેશનનો દિવસ રિસેડયુલ કરવામાં આવ્યો છે. તેથી ડોકટરોએ તે જ પ્રકારની સર્જરી કરી જે તે દિવસ માટે અગાઉ સેડયુલ કરવામાં આવી હતી. સમસ્યા એ છે કે આ ઓપરેશન નસબંધીનું હતું.

તમારી નસબંધી કરવામાં આવી છે: ડૉક્ટર 

જ્યારે જ્યોર્જ તેની સર્જરીમાંથી જાગી ગયો, ત્યારે તેને ખબર ન હતી કે શું થયું છે, પરંતુ પછી એક ડૉક્ટર તેની તપાસ કરવા આવ્યા અને તેનો ચાર્ટ જોયા પછી તેણે તેને આ આશ્ચર્યજનક સમાચાર આપ્યા. તેમના પિત્તાશય પર ઓપરેશનને બદલે ભૂલથી નસબંધી કરી દેવામાં આવી. તે વ્યક્તિ થોડીવાર ભાન ભૂલી ગયો, પછી તે નર્વસ થવા લાગ્યો. પરંતુ તેની પાસે આ માટે વધુ સમય નહોતો, કારણ કે હવે તેને પિત્તાશયની સર્જરી માટે લઈ જવામાં આવ્યો હતો.

બહુ નાટકીય બનવાની જરૂર નથી…: ડૉક્ટર 

તેમની બીજી સર્જરી પછી, જ્યોર્જ બેસટો જાણવા માંગતા હતા કે શું ખોટું થયું છે અને તેને કેવી રીતે ઠીક કરી શકાય છે. આ ભૂલ માટે ડોક્ટરો એકબીજા પર દોષારોપણ કરતા રહ્યા. તેણે તેને કહ્યું કે, વધુ નાટકીય બનવાની જરૂર નથી, કારણ કે જો તે ઇચ્છો તો તે આર્ટિફિશિયલ ઈનસૈમીનેશન (કૃત્રિમ ગર્ભાધાન) દ્વારા પણ પિતા બની શકે છે. જ્યાં સુધી પુરુષ નસબંધીની વાત છે, તેની ઉંમર અને કાપેલી નળીઓના કદને કારણે સફળતાની શક્યતાઓ ઘણી ઓછી હતી, તેથી તેને રિપેર કરવાનો પ્રયાસ કરવાનો પણ કોઈ અર્થ ન હતો.

ડોક્ટરોએ એકબીજા પર લગાવ્યા આરોપ

જ્યોર્જે કહ્યું કે, “તે ખૂબ જ વિચિત્ર છે કારણ કે મારા ચાર્ટમાં દરેક જગ્યાએ ‘ગૉલબ્લેડર’(પિતાશય) લખેલું હતું, તેઓએ ફક્ત તેને વાંચવાનું હતું, તમારે તેને શોધવા માટે વૈજ્ઞાનિક બનવાની જરૂર ન હતી. હું કોઈની સામે આંગળી ચીંધવા માંગતો નથી, પરંતુ અહીં કોઈ જવાબદારી નથી લઈ રહ્યું. તેઓ કહે છે કે તમે કૃત્રિમ ગર્ભાધાન દ્વારા હજુ પણ પિતા બની શકો છો. ડ્રામા હજી ચાલુ છે” પરંતુ એવું લાગે છે કે જ્યોર્જ પોતાની સાથે થયેલી બેદરકારી માટે ડૉક્ટરો અને હોસ્પિટલ પર દાવો કરી શકે છે.

આ પણ જુઓ: સાવ આવું હોય? ઇન્સ્ટા પ્રોફાઇલનો QR કોડ કપાળ પર! જૂઓ વીડિયો

Back to top button