Googleની સર્જિકલ સ્ટ્રાઈક! Shaadi-Naukri.com સહિતની એપ્સ પ્લે સ્ટોર પરથી હટાવી
નવી દિલ્હી, 02 માર્ચ 2024: ગૂગલે કેટલીક ભારતીય એપ્સ પર મોટી કાર્યવાહી કરી છે. ગૂગલે તેના એન્ડ્રોઈડ પ્લે સ્ટોર પરથી આ 10 એપ્સ હટાવી દીધી છે. આ યાદીમાં ઘણા જાણીતા નામ છે. જેમાં Shaadi.com, Naukri.com, 99 એકર જેવા નામ સામેલ છે. ગયા વર્ષે કંપનીએ કેટલાક એપ ડેવલપર્સને ચેતવણી પણ આપી હતી.
Today is a dark day for India Internet. Google has delisted major apps from its app store even though legal hearings are underway @CCI_India & @indSupremeCourt Their false narratives & audacity show they have little regard for 🇮🇳 Make no mistake – this is the new Digital East…
— Anupam Mittal (@AnupamMittal) March 1, 2024
કેટલીક એપ્લિકેશનો Googleની બિલિંગ નીતિઓ પર નિષ્ફળ જતી હોય તેવું જણાય છે. આ પછી તેને ચેતવણી આપવામાં આવી હતી. હવે આખરે 10 એપ્સ પર કાર્યવાહી કરીને, ગૂગલે આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોરમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો. જોકે, ગૂગલે હજુ સુધી તમામ વિવાદિત એપ્સની યાદી જાહેર કરી નથી.
Indian companies will comply – for now. But what India needs is an App Store / Play Store that is a part of Digital Public Infrastructure – like UPI and ONDC. The response needs to be strategic @PiyushGoyal @PiyushGoyalOffc
— Sanjeev Bikhchandani (@sbikh) March 1, 2024
આ એપ્સ પર કાર્યવાહી કરવામાં આવી
ગૂગલે કેટલીક એપ્સ સામે કાર્યવાહી કરી છે જેમના નામ સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નામો છે કુકુ એફએમ, ભારત મેટ્રિમોની, શાદી.કોમ, નોકરી.કોમ, 99 એકર, ટ્રુલી મેડલી, ક્વેક ક્વેક, સ્ટેજ, એએલટીટી (અલ્ટ બાલાજી) અને અન્ય બે એપ્સ.
Google is the most evil company for businesses. Our Indian startup system is completely controlled by them.
Google delisted us in 2019 for 25 days without pre-notifying us. Worst days ever. Just imagine the atmosphere where the team is working daily in the office and there is no…
— Lal Chand Bisu (@lcbisu) March 1, 2024
શું છે મામલો?
રિપોર્ટ્સ અનુસાર આ મામલો સર્વિસ ફીની ચુકવણી ન કરવાનો છે. આ કારણોસર, ટેક જગતના અગ્રણી પ્લેટફોર્મે આ એપ્સને દૂર કરવાનો નિર્ણય લીધો છે. ઘણા સ્ટાર્ટઅપ્સ ઇચ્છતા હતા કે Google દ્વારા શુલ્ક લેવામાં ન આવે અને પછી તેઓએ આ ચુકવણી કરી ન હતી.
જો કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. ગૂગલને આમાં લીલી ઝંડી મળી ગઈ છે અને તેણે એપ્સને કોઈ રાહત આપી નથી. આ પછી સ્ટાર્ટઅપ્સને ફી ચૂકવવા માટે કહેવામાં આવ્યું, નહીં તો તેમની એપ્સ હટાવી દેવામાં આવશે.
Google has become a digital zameendar of our internet and demanding 30% TAX. Google's behaviour reminds me of East India Company and worries me that soon we will all be digital slaves to their draconian policies. Today it is few categories tomorrow it will be all. #EvilGoogle
— Snehil Khanor (@snehilkhanor) March 1, 2024
ગૂગલની નીતિની પણ ટીકા કરવામાં આવી હતી
કુકુ એફએમના સીઈઓ લાલ ચંદ બિશુએ એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને ગૂગલની ટીકા કરી અને તેના નિર્ણયને ખોટો ગણાવ્યો. Naukri.com અને 99acresના સ્થાપક સંજીવ બિખચંદાનીએ પણ પોસ્ટ કરીને ગૂગલ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, આ એપ્સ પ્લે સ્ટોર પર ક્યારે પરત આવશે? તેના વિશે હજુ સુધી કોઈ વિગતો બહાર આવી નથી.