ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

ગૌતમ ગંભીરે રાજકારણ છોડવાની કરી જાહેરાત, જાણો શું છે કારણ?

Text To Speech
  • ક્રિકેટર ગૌતમ ગંભીરે ટ્વિટર પર પોસ્ટ કરીને માહિતી શેર કરી

નવી દિલ્હી, 2 માર્ચ: ક્રિકેટર ગૌતમ ગંભીરે રાજકારણ છોડવાનો નિર્ણય લીધો છે. તેણે આજે શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેણે રાજકારણ છોડવાની માહિતી આપી છે. ગૌતમ ગંભીરે X પર રાજનીતિ છોડવાની વાત કરતાં લખ્યું છે કે તે રાજકારણ છોડીને ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેણે ખુદ પાર્ટી અધ્યક્ષને કહ્યું કે, તે ચૂંટણી લડવા નથી માંગતો.

 

પાર્ટી અધ્યક્ષ જે.પી. નડ્ડાને કરી વિનંતી

ટ્વિટર પરની તેમની પોસ્ટમાં ગૌતમ ગંભીરે લખ્યું કે, “મેં પાર્ટી અધ્યક્ષ જે.પી. નડ્ડાને વિનંતી કરી છે કે મને મારી રાજકીય ફરજોમાંથી મુક્ત કરો, જેથી હું મારી આગામી ક્રિકેટ શ્રેણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું.” તેણે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, “મને લોકોની સેવા કરવાની તક આપવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ!”

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી એવી ચર્ચા ચાલી રહી હતી કે ગૌતમ ગંભીરની ટિકિટ કપાઈ શકે છે, પરંતુ શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેણે પોતે રાજકારણ છોડી દેવાની વાત કહી. ગંભીરે કહ્યું કે, તેણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે વાત કરી છે અને તેણે પોતે કહ્યું છે કે, તે ચૂંટણી લડવા માંગતો નથી.

ગૌતમ ગંભીર પૂર્વ દિલ્હી બેઠક પરથી સાંસદ છે

વાસ્તવમાં, 2019ની લોકસભા ચૂંટણીમાં ક્રિકેટર ગૌતમ ગંભીર ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. ભાજપે તેમને પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા હતા. ચૂંટણી બાદ ગૌતમ ગંભીરે પણ આ સીટ જીતી લીધી હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવાર અરવિંદરસિંહ લવલીને 3 લાખ 91 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગાંધી નગર, કૃષ્ણ નગર, વિશ્વાસ નગર, શાહદરા, પટપરગંજ, લક્ષ્મીનગર, કોંડલી, ત્રિલોકપુરી, ઓખલા અને જંગપુરા જેવા વિધાનસભા ક્ષેત્રો પણ પૂર્વ દિલ્હી લોકસભા સીટ હેઠળ આવે છે.

આ પણ જુઓ: રાહુલ ગાંધીની ‘ન્યાય યાત્રા’ આજે MPમાં એન્ટ્રી કરશે, શું કમલનાથ જોડાશે?

Back to top button