ટ્રેન્ડિંગફન કોર્નરવિશેષવીડિયો સ્ટોરી

સાવ આવું હોય? ઇન્સ્ટા પ્રોફાઇલનો QR કોડ કપાળ પર! જૂઓ વીડિયો

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 02 માર્ચ : આજકાલ દરેક જગ્યાએ QR કોડનો ઉપયોગ થાય છે. પોતાને વાયરલ કરવા માટે, એક વ્યક્તિએ તેના કપાળ પર QR કોડ બનાવી લીધો. તેવો વીડિયો વાયરલ થયો છે, પરંતુ આ જોઈને યુઝર્સની કોમેન્ટ્સ ખૂબ જ ફની આવી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે લોકો શું-શું નથી કરતાં. આ માટે દરેક વ્યક્તિ નવા-નવા જુગાડ લગાવે છે. આવો જ એક કિસ્સો ફરીથી સોશિયલ મીડિયા પર જોવા મળ્યો છે. વાયરલ થવા માટે એક વ્યક્તિએ તેના કપાળ પર ટેટૂ કરાવ્યું. આ ટેટૂ સામાન્ય ટેટૂ નથી. આ ટેટૂમાં વ્યક્તિના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો QR કોડ છે. આ વ્યક્તિનો ટેટૂ કરાવતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ લોકો તરફથી વિવિધ પ્રકારની કોમેન્ટ્સ પણ મળી રહી છે.

વાયરલ થવા માટે બનાવેલુ ટેટૂ

 

View this post on Instagram

 

A post shared by Gipsy (@gipsylifereal)

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ટેટૂ કરાવવા બેઠો છે. ટેટૂ બનાવનારએ તેના કપાળ પર સ્ટીકર લગાવ્યું, ત્યારબાદ QR કોડ પ્રિન્ટ કરવામાં આવ્યો અને આ QR કોડ પર ટેટૂ બનાવવામાં આવ્યું. કપાળ પર ટેટૂ બનાવનાર વ્યક્તિનું ઇન્સ્ટાગ્રામ પર gipsylifereal નામનું એકાઉન્ટ છે, જેણે અત્યાર સુધીમાં 49 પોસ્ટ કરી છે. આટલી જ પોસ્ટ કરવા છતાં તેના 69k ફોલોઅર્સ છે, જ્યારે તે પોતે 218 લોકોને ફોલો કરે છે. વાયરલ વીડિયોને હજારો લોકોએ લાઈક કર્યો છે, જ્યારે તેના પર ઘણી કોમેન્ટ્સ પણ આવી છે.

યુઝર્સની ફની કોમેન્ટ્સ

આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે કે ‘પ્રાર્થના કરો કે તેને ફરીથી એકાઉન્ટ બનાવવાની જરૂર ન પડે’ જ્યારે બીજાએ લખ્યું છે કે ‘જો કોઈ દિવસ એકાઉન્ટ હેક થઈ જાય તો શું?’ તો ત્રીજાએ લખ્યું, ‘જો તેના અકાઉન્ટને રિપોર્ટ કરી દેવામાં આવશે તો શું થશે’. આ વીડિયો પર આવી કોમેન્ટ્સ આવી છે. આ ટેટૂવાળા માણસનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : વીડિયો: આ વ્યક્તિ 9 ટુ 5 જોબ ન કરી શક્યો, નોકરી છોડતા જ કર્યો જોરદાર ડાન્સ

Back to top button