ટ્રેન્ડિંગમનોરંજન

અનંત અંબાણીના પ્રી વેડિંગમાં જોવા મળ્યું કરીના-ઈબ્રાહિમ વચ્ચેનું બોન્ડિંગ!

Text To Speech
  • કરીના કપૂર અને સૈફ અલી ખાન પણ આજે જામનગર પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમની સાથે તેમના બે પૂત્રો તૈમૂર અને જેહ પણ હતા. એરપોર્ટની બહાર કપલની સાથે સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન પણ જોવા મળ્યા હતા.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીમાં બોલિવૂડ જગતની તમામ મોટી હસ્તીઓ જોવા મળશે. શાહરૂખ ખાન, માધુરી દીક્ષિત, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, શ્રદ્ધા કપૂર, બોની કપૂર સહિત અન્ય લોકો પણ સેરેમનીમાં સામેલ થયા છે. કરીના કપૂર અને સૈફ અલી ખાન પણ આજે જામનગર પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમની સાથે તેમના બે પૂત્રો તૈમૂર અને જેહ પણ હતા. એરપોર્ટની બહાર કપલની સાથે સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન પણ જોવા મળ્યા હતા.

કરીના સાથે જોવા મળ્યુ ઈબ્રાહિમ ખાનનું બોન્ડિંગ

કરીના કપૂર પહેલા સારા અલી ખાન સાથે વાત કરતી દેખાઈ. ત્યારબાદ ઈબ્રાહિમને ગળે લગાવતી પણ જોવા મળી. આ વીડિયોમાં સૈફઅલી ખાન અને તેની પૂર્વ પત્ની અમૃતા સિંહના પુત્ર ઈબ્રાહિમ ખાન અને કરીના કપૂર વચ્ચેનું બોન્ડિંગ સ્પષ્ટ જોઈ શકાય છે. કરીનાએ ઑફવ્હાઈટ કલરનો ડ્રેસ અને પિંક કલરનો દુપટ્ટો પહેર્યો હતો. વીડિયોમાં સારાએ પિતા સૈફને આદાબ કર્યું અને પછી ગળે મળી. સૈફે આ અવસરે બ્લૂ કુર્તો પહેર્યો હતો. સારા અને ઈબ્રાહિમની વાત કરીએ તો બંને કેઝ્યુઅલ આઉટફિટમાં હતા. સારા અને ઈબ્રાહિમની સાથે કરીનાને પહેલેથી સારું બોન્ડિંગ છે. ઘણી વખત જાહેર સ્થળોએ તે જોવા મળ્યું છે. પરિવાર દરેક ખાસ અવસરે સાથે જોવા મળે છે. ખુશી કપૂર પણ તેમની બાજુમાં જોવા મળી હતી. તેણે પિંક કલરનું ટોપ પહેર્યું હતું. જ્હાનવી કપૂર અને બોની કપૂર પહેલા જ જામનગર પહોંચી ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ સ્ટાર્સ આપશે પર્ફોમન્સ

ગઈકાલે રાતે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જામનગર પહોંચી ચૂક્યા છે. બોલિવૂડથી અરિજીત સિંહ, દિલજીત દોસાંજ અને અજય-અતુલ સ્ટેજ પર પર્ફોમન્સ આપશે. ગ્લોબલ સ્ટાર રિહાના અને જાદૂગર ડેવિડ બ્લેન પર્ફોમ કરશે. ઉલ્લેખનીય છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની 1થી 3 માર્ચ સુધી અંબાણી એસ્ટેટમાં હશે. કપલ 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે.

આ પણ વાંચોઃ માર્ચની મહત્ત્વની તારીખો નોંધી લો, કયા વ્હીકલ અને સ્માર્ટફોન થશે લૉન્ચ?

Back to top button