ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિહારમાં RJDની વધુ એક વિકેટ પડી, MLA ભરત બિંદ NDAમાં જોડાયા

Text To Speech
  • RJDના વધુ એક ધારાસભ્ય NDAમાં જોડાયા
  • ઈન્ડી ગઠબંધનના 7 ધારાસભ્યો NDAમાં જોડાયા

પટના, 1 માર્ચ: બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ને વધુ એક ઝાટકો લાગ્યો છે. આરજેડી ધારાસભ્ય ભરત બિંદ એનડીએમાં જોડાયા છે. ભરત બિંદ બિહારના ભભુઆના ધારાસભ્ય છે. અત્યાર સુધીમાં બિહારમાં આરજેડીના 5 ધારાસભ્યો આરજેડી છોડીને એનડીએમાં જોડાયા છે. એટલું જ નહીં, પક્ષ બદલનારાઓમાં કોંગ્રેસના બે ધારાસભ્યો પણ સામેલ છે. જો કોંગ્રેસના 2 ધારાસભ્યો પણ ઉમેરવામાં આવે તો, અત્યાર સુધીમાં ઈન્ડી ગઠબંધનના 7 ધારાસભ્યો NDAમાં જોડાયા છે.

આરજેડીના આ 5 ધારાસભ્યોએ છેડો ફાડ્યો

1. પ્રહલાદ યાદવ
2. ચેતન આનંદ
3. વીણા દેવી
4. સંગીતા દેવી
5. ભરત બિંદ

4 દિવસ પહેલા જ 3 ધારાસભ્યો NDAમાં જોડાયા હતા

આ પહેલા 27 ફેબ્રુઆરીએ બિહારમાં કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળના ત્રણ ધારાસભ્યો NDAમાં જોડાયા હતા. સમ્રાટ ચૌધરીએ તેમને પાર્ટીમાં સામેલ કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યો મુરારી ગૌતમ અને સિદ્ધાર્થ સૌરવ એનડીએમાં જોડાયા હતા. જ્યારે આરજેડીમાંથી સંગીતા દેવી પક્ષ બદલીને NDAમાં જોડાઈ ગયા હતા.

આમણે પણ છોડી દીધો આરજેડીનો સાથ

કોંગ્રેસના મુરારી ગૌતમ પણ મહાગઠબંધન સરકારમાં મંત્રી હતા અને હાલમાં ચેનારી વિધાનસભાના ધારાસભ્ય છે. સિદ્ધાર્થ સૌરવ વિક્રમ વિધાનસભાના ધારાસભ્ય છે અને હવે પક્ષ બદલીને ભાજપમાં જોડાયા છે. રાષ્ટ્રીય જનતા દળના ધારાસભ્ય સંગીતા દેવી મોહનિયા વિધાનસભામાંથી આવે છે.

બીજેપી ગુંડાઓની પાર્ટી છે: રાબડી દેવી

બિહારના પૂર્વ સીએમ અને આરજેડી નેતા રાબડી દેવીએ પાર્ટીના નેતા પક્ષ બદલતા પહેલા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. પાર્ટીના ધારાસભ્યો પર એજન્સીના દરોડા અંગે તેમણે કહ્યું કે, ‘બીજેપી હવે બીજેપી નથી રહી. તે જંગલ પાર્ટી બની ગઈ છે, તે ગુંડાઓની પાર્ટી બની ગઈ છે. પહેલા પણ ‘ગુંડા રાજ’ હતું અને આજે પણ છે.

આ પણ વાંચો: નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિ અને નિષ્ઠાની ચારે તરફ વાહવાહ, શું છે કારણ જાણો

Back to top button